You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મહારાષ્ટ્રીયન રેસીપી > નાળિયેરની ચટણી
નાળિયેરની ચટણી

Tarla Dalal
02 January, 2025
-14223.webp)

Table of Content
જેમ ઉત્તર ભારતના લોકો લીલી ચટણીનો ઉપયોગ કરે છે તેમ દક્ષિણ ભારતના લોકો માટે આ નાળિયેરની ચટણી લગભગ દરેક નાસ્તાની વાનગી સાથે પીરસવામાં આવે છે. તેને ક્યારેક તો સવારના જમણમાં કે પછી રાત્રીનાં જમણમાં પણ પીરસવામાં આવે છે, ખાસ તો વડા અને ઇડલી જેવી નાસ્તાની ડીશમાં આ ચટણી જરૂરી એવી ગણાય છે.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
10 Mins
Total Time
20 Mins
Makes
1 કપ માટે
સામગ્રી
Main Ingredients
1 કપ ખમણેલું નાળિયેર (grated coconut)
1/4 કપ સમારેલી કોથમીર (chopped coriander)
3 ટેબલસ્પૂન દાળિયા
2 સમારેલા લીલા મરચાં (chopped green chillies)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટેબલસ્પૂન તેલ ( oil )
1/2 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
1/2 ટીસ્પૂન અડદની દાળ (urad dal)
1 સૂકું કશ્મીરી લાલ મરચું (whole dry kashmiri red chillies) , ટુકડા કરેલો
વિધિ
- ખમણેલું નાળિયેર, કોથમીર, શેકેલી ચણાની દાળ, લીલા મરચાં, ૪ કડી પત્તાં, મીઠું અને થોડું પાણી ભેગું કરી મિક્સરમાં ફેરવી સુંવાળી ચટણી તૈયાર કરો.
- આ ચટણીને એક બાઉલમાં કાઢી બાજુ પર રાખો.
- એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ અને અડદની દાળ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ, બાકી રહેલા કડી પત્તાં અને લાલ મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેંકડ સુધી સાંતળી લો.
- આ તૈયાર થયેલા વઘારને નાળિયેરની ચટણી પર રેડી સારી રીતે મિક્સ કરી લો.
- આ ચટણીને રેફ્રીજરેટરમાં રાખી મૂકો અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો.