You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય લંચ રેસિપી > બપોરના અલ્પાહાર દાલ રેસીપી > ચોળાની ભાજી અને મસૂરની દાળ
ચોળાની ભાજી અને મસૂરની દાળ

Tarla Dalal
07 October, 2024


Table of Content
કોઇપણ સમયે અને કોઇપણ ઋતુમાં બનાવી શકાય એવી આ વાનગીમાં મનપસંદ મસાલા ઉમેરવાથી ખાવાના શોખીનો માટે તો તે એક મજેદાર સ્વાદનો લહાવો જ ગણી શકાય. મજેદાર સ્વાદ સિવાય બીજા પણ ઘણા કારણો છે કે જેથી આ ચોળાની ભાજી અને મસૂરની દાળને ફાયદાકારક ગણાવી શકાય. ખાસ તો સગર્ભા સ્ત્રીઓ માટે તે વધુ ફાયદાકારી રહે છે. ચોળામાં પુષ્કળ લોહ અને વિટામીન-એ છે જે સગર્ભા મહીલાઓ માટે ઉત્તમ ગણાય છે. દાળમાં રહેલા વિટામીન-એ અને પ્રોટીન શરીરની ચામડીને અને આંખોને પૌષ્ટિક્તા આપે છે. જ્યારે લોહ તત્વ એનેમિયાથી દૂર રહેવા મદદરૂપ રહે છે. અહીં અમે તેમાં લીંબુના રસનો ઉપયોગ કર્યો છે જેથી દાળ તો સ્વાદિષ્ટ બને છે ઉપરાંત તેમાં રહેલું વિટામીન-સી લોહ ને શોષી લેવામાં મદદ કરે છે. ભાત અથવા તમારી મનગમતી રોટી સાથે આનંદ માણો.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
15 Mins
Total Time
25 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
1/2 કપ સમારેલા ચોળાના પાન
1/2 કપ મસૂરની દાળ (masoor dal) , ધોઇને નીતારી લીધેલી
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટીસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (૧/૪ કપ પાણી મેળવીને)
1 ટેબલસ્પૂન આખા ધાણા (coriander seeds)
1/2 ટેબલસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1 ટીસ્પૂન સમારેલું આદુ (chopped ginger)
2 સૂકું કશ્મીરી લાલ મરચું (whole dry kashmiri red chillies) , ટુકડા કરેલા
વિધિ
- એક પ્રેશર કુકરમાં મસૂરની દાળ, હળદર, મીઠું અને ૧ ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી તેને બાજુ પર રાખો.
- એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં ચોળાના પાન મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં રાંધેલી મસૂરની દાળ, તૈયાર કરેલી પેસ્ટ, થોડું મીઠું અને ૧/૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- હવે તાપ બંધ કરી તેમાં લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- તરત જ પીરસો.