મેનુ

You are here: હોમમા> ચણા પાલક સબ્જી રેસીપી

ચણા પાલક સબ્જી રેસીપી

Viewed: 4357 times
User 

Tarla Dalal

 08 July, 2021

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
हेल्दी चना पालक सब्जी रेसिपी - हिन्दी में पढ़ें (Healthy Chana Palak Sabzi Recipe in Hindi)

Table of Content

ચણા પાલક સબ્જી | પૌષ્ટિક ચણા પાલક સબ્જી રેસીપી | ચણા પાલક કરી | પૌષ્ટિક પાલક છોલે | healthy chana palak sabzi recipe in gujarati | with 20 amazing images.

પૌષ્ટિક ચણા પાલક સબ્જી રેસીપી એક સ્વાદીસ્ટ શાક છે જે તમને માત્ર સ્વાદ વિશે જ નહીં પરંતુ સ્વાસ્થ્યના પાસાઓને પણ સંતોષકારક બનાવે છે.

પાલક અને કાબુલી ચણાનું પોષક સમૃદ્ધ મિશ્રણ એક નહીં પણ બે સ્વાદિષ્ટ પેસ્ટની સાથે વધારવામાં આવે છે - એક કાંદા અને બીજું રીંગણા-ટામેટાંની પેસ્ટ. અન્ય સામાન્ય મસાલા અને મસાલા પાવડર સાથે, આ પેસ્ટ ચણા પાલક સબ્જીને અદભૂત સ્વાદ આપે છે.

 

ચણા પાલક સબ્જી રેસીપી - Healthy Chana Palak Sabzi Recipe in Gujarati

Preparation Time

20 Mins

Cooking Time

22 Mins

Total Time

42 Mins

Makes

4 માત્રા માટે

સામગ્રી

ચણા પાલક સબ્જી માટે

પીસીને કાંદાની સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડું પાણી મેળવીને)

સજાવવા માટે

વિધિ

ચણા પાલક સબ્જી બનાવવા માટે
 

  1. એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો, તેમાં રીંગણા ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને ધીમા તાપ પર 4 થી 5 મિનિટ સુધી કે પછી રીંગણા નરમ પડવા સુધી રાંધી લો. જરૂર પડે તો થોડા પાણીનો છંટકાવ કરો. સહેજ ઠંડુ થવા માટે બાજુ પર રાખો.
  2. રીંગણા અને ટામેટાને ભેગા કરો અને મિક્સરમાં સુંવાળી પેસ્ટ બનાવી લો.
  3. એક નોન-સ્ટીક કઢાઇ ગરમ કરો અને તેમાં જીરું નાખી ધીમા તાપે 30 સેકંડ માટે સુકુ શેકી લો.
  4. તજ, લવિંગ અને તૈયાર કરેલી કાંદાની પેસ્ટ નાખો અને મધ્યમ તાપ પર 2 થી 3 મિનિટ સુધી સુકુ શેકી લો. કાંદાને બળી જવાથી બચવા માટે થોડા પાણીનો છંટકાવ કરવો.
  5. તૈયાર કરેલી રીંગણા-ટામેટાંની પેસ્ટ ઉમેરો અને બીજી 1 મિનિટ માટે મધ્યમ તાપ પર સુકુ શેકી લો.
  6. ગરમ મસાલા, લાલ મરચાંનો પાવડર, આમચૂર, ધાણા પાવડર, મીઠું, ઉકાળેલા કાબુલી ચણા અને 1/2 કપ પાણી નાખી, બરાબર મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ થી ૨ મિનિટ મિનિટ માટે રાંધી લો.
  7. પાલક ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી 10 મિનિટ માટે રાંધી લો.
  8. કાંદાની રીંગ્સ્, કોથમીર અને લીંબુની વેજથી સજાવીને પૌષ્ટિક ચણા પાલકને ગરમ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ