You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > લીલા વટાણાના પૌવા
લીલા વટાણાના પૌવા

Tarla Dalal
12 March, 2025


Table of Content
લીલા વટાણાના પૌવા | લીલા વટાણા પૌઆ | હેલ્ધી પૌઆ | સ્વસ્થ લીલા વટાણા ના પૌવા | with 17 amazing images.
લોહતત્વથી ભરપૂર પૌવા હમેશાં સવારનો એક મનપસંદ નાસ્તા રહ્યો છે, ખાસ કરીને મહારાષ્ટ્રમાં. હકીકતમાં પૌવા ગમે તે સમયે ખાઇ શકાય, ટિફિનમાં પૅક કરીને લઇ જવા માટે, ઉતાવળના સમયે નાસ્તા તરીકે અથવા ચા સાથે નાસ્તો કરવામાં.
સામાન્ય રીતે બટેટા પૌવા વધારે લોકપ્રિય છે પણ ફાઇબરથી સંપન્ન લીલા વટાણા ને લીધે લીલા વટાણાના પૌવા વધારે આરોગ્યવર્ધક વિકલ્પ છે. લીંબુના રસમાં રહેલા વિટામિન સી ને કારણે પૌવામાં રહેલા લોહતત્વ સારી રીતે શોષાઇ જાય છે અને તમને ખાતરીથી પોષક તત્વો મળી રહે છે. સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક એવા લીલા વટાણાના પૌવા જરૂરથી અજમાવવાં જેવા છે.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
7 Mins
Total Time
22 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
લીલા વટાણા પૌવા માટે
3 કપ જાડા પૌવા (thick beaten rice (jada poha)
2 ટેબલસ્પૂન તેલ ( oil )
2 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
1 ટીસ્પૂન હીંગ (asafoetida, hing)
1 ટેબલસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
3/4 કપ સમારેલા કાંદા (chopped onions)
1/2 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
3/4 કપ બાફેલા લીલા વટાણા (boiled green peas)
1 1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
2 ટીસ્પૂન સાકર (sugar)
મીઠું (salt) , સ્વાદાનુસાર
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
1 ટેબલસ્પૂન લીંબુનો રસ (lemon juice)
ટોપિંગ માટે
2 ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર (grated coconut)
2 ટેબલસ્પૂન સેવ
2 ટેબલસ્પૂન દાડમ (pomegranate (anar)
વિધિ
લીલા વટાણાના પૌવા માટે
- લીલા વટાણાના પૌવા બનાવવા માટે, જાડા પૌવાને પૂરતા પાણીમાં સાફ કરીને ધોઈ લો અને સ્ટ્રેનરનો ઉપયોગ કર્યા વિના પાણીને કાઢી નાખો. બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો, તેમાં રાઇ, કડી પત્તા અને હિંગ ઉમેરો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તેમાં લીલાં મરચાં અને કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- ટામેટાં અને લીલા વટાણા ઉમેરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તેમાં હળદર, પૌવા, સાકર, મીઠું, કોથમીર અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
- લીંબુનો રસ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- તેની ઉપર ખમણેલું નાળિયેર, સેવ અને દાડમ સરખે ભાગે નાખીને તરત જ પીરસો.