You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > દાલ વડા રેસીપી
દાલ વડા રેસીપી

Tarla Dalal
24 March, 2025


Table of Content
દાલ વડા રેસીપી | ચણા દાળ વડા | દક્ષિણ ભારતીય દાલ વડા | dal vada in Gujarati | with 25 amazing images.
આ દાલ વડા એવા મનગમતા અને કરકરા બને છે કે તમને પહેલી નજરે જ ગમી જાય. પલાળેલી દાળમાં કાંદા, આદૂની પેસ્ટ અને પારંપારિક મસાલાની સુગંધ વડાને વધુ ખુશ્બુદાર બનાવી, એક અનોખો સ્વાદ અને મનપસંદ સુવાસ બક્ષે છે જેથી તે બધા લોકોને ગમી જાય એવા બને છે.
અહીં ખાસ એક વાતની ધ્યાન રાખવી કે ચણા દાળ વડાને તળતી વખતે મધ્યમ તાપ પર જ તળવા, નહીંતર તે તરત જ બહારથી બ્રાઉન બની જશે પણ અંદરથી કાચા રહી જશે.
બીજી વિવિધ વડાના વ્યંજન પણ અજમાવો જેમ સાબુદાણા વડા , મેદૂ વડા અને કાલમી વડા.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
20 Mins
Total Time
30 Mins
Makes
17 વડા માટે
સામગ્રી
Main Ingredients
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
1/2 ટીસ્પૂન આદુની પેસ્ટ (ginger (adrak) paste)
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
1 ટેબલસ્પૂન સમારેલા કડીપત્તા (chopped curry leaves (kadi patta)
2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/2 ટીસ્પૂન હીંગ (asafoetida, hing)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
મીઠું (salt) , સ્વાદાનુસાર
તેલ ( oil ) , તળવા માટે
પીરસવા માટે
વિધિ
- ચણાની દાળને સાફ કરી, ધોઇને એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી સાથે ૨ કલાક પલાળી રાખ્યા બાદ નીતારી લો.
- હવે આ પલાળેલી દાળનો ૧/૪ ભાગ એક બાઉલમાં કાઢી બાજુ પર રાખો.
- દાળના બાકી રહેલા ભાગને પાણી મેળવ્યા વગર મિક્સરમાં ફેરવી કરકરૂ મિશ્રણ તૈયાર કરો.
- આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી, તેમાં બાકી રહેલી સામગ્રી સાથે અલગ કાઢેલી દાળને પણ મેળવી, સારી રીતે મિક્સ કરી લો.
- આમ તૈયાર થયેલા મિશ્રણના ૧૭ સરખા ભાગ પાડી દરેક ભાગને ૫૦ મી. મી. (૨”)ના ગોળાકર બનાવીને દબાવી ચપટા વડા તૈયાર કરી લો.
- એક એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં થોડા-થોડા વડા નાંખી, મધ્યમ તાપ પર વડા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તળીને ટીશ્યુ પેપર પર કાઢીને સૂકા કરી લો.
- લીલી ચટણી સાથે તરત જ પીરસો.