મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  ભારતીય વ્યંજન >  દાલ ખીચડી

દાલ ખીચડી

Viewed: 13532 times
User 

Tarla Dalal

 23 April, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

દાલ ખીચડી રેસીપી | ખીચડી રેસીપી | સ્વાદિષ્ટ દાલ ખીચડી બનાવવાની રીત | dal khichdi recipe in Gujarati | with 31 amazing images.

 

 

આ એક એવી દાલ ખીચડી રેસીપી છે જેમાં ખૂબ બધી સામગ્રીનો ઉપયોગ કરવા છતાં તે બનાવવામાં અતિશય સહેલી છે અને સાથે ખૂબ જ આરોગ્યદાયક તથા સ્વાદિષ્ટ જમણમાં તેની ગણત્રી કરી શકાય એવી છે.

 

આ દાલ ખીચડીમાં તુવરની દાળ અને ચોખા સાથે ફક્ત આખા મસાલાનો જ નહીં, પણ સાથે કાંદા, લસણ અને ટમેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી આ ખીચડીમાં નામની ખટ્ટાશ આવી રહે છે. જ્યારે તમારી પાસે કઢી બનાવવાનો સમય ન હોય ત્યારે તમે તેને દહીં અને પાપડ સાથે પીરસી શકો છો.

Preparation Time

10 Mins

Cooking Time

20 Mins

Total Time

30 Mins

Makes

4 માત્રા માટે

સામગ્રી

વિધિ


 

  1. એક પ્રેશર કુકરમાં તુવરની દાળ, ચોખા, હળદર, ૧/૪ ટીસ્પૂન હીંગ, મીઠું અને ૫ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
  2. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી તેને બાજુ પર રાખો.
  3. એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં ઘી ગરમ કરી, તેમાં લવિંગ, તજ, કાળા મરી, લાલ મરચાં અને જીરૂ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  4. પછી તેમાં બાકી રહેલી ૧/૪ ટીસ્પૂન હીંગ, લીલા મરચાં, કડી પત્તા, કાંદા અને લસણ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં ટમેટા, થોડું મીઠું અને મરચાં પાવડર મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
  6. પછી તેમાં રાંધેલા ભાત-દાળનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  7. તરત જ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ