મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  ઇટાલીયન વ્યંજન >  ઇટાલિયન રિસોટ્ટો રેસિપીઝ >  ક્રીમી મશરૂમ રીસોતો

ક્રીમી મશરૂમ રીસોતો

Viewed: 4648 times
User 

Tarla Dalal

 03 July, 2018

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
Creamy Mushroom Risotto - Read in English

Table of Content

રીસોતો એક ઉત્તમ ઇટાલીયન વાનગી છે જે અરબોરિયો ભાત અને ચીઝ વડે બને છે. આ રીસોતો થોડા નરમ નહી અને ઘટ્ટ નહીં એવા અને સૌમ્ય ખુશ્બુદાર હોવાથી મોઢામાં મૂક્તા જ સ્વાદિષ્ટ લાગશે એવો તેનો સ્વાદ છે જે જમણમાં ફક્ત એક ડીશ તરીકે પણ પીરસી શકાય એવા છે. તો, આ અસલી ક્રીમી મશરૂમ રીસોતો જે અરબોરિયા ભાત, વેજીટેબલ સ્ટોક, મશરૂમ, ક્રીમ, ચીઝ અને પ્રમાણસર સીસનીંગ વડે બનતી આ વાનગીનો સ્વાદ માણો. આમ તો આ વાનગી એક ડીશ તરીકે મજેદાર જ છે પણ તેમાં તમે પ્રોસેસ્ડ ચીઝના બદલે પરમેસન ચીઝનો ઉપયોગ પણ કરી શકો છો. ઉપરાંત તમે તેમાં એક કપ સ્ટોક ઉમેરી તેની બનાવટ વધૂ ઉત્તમ કરી શકો છો.

Preparation Time

20 Mins

Cooking Time

25 Mins

Total Time

45 Mins

Makes

3 માત્રા માટે

સામગ્રી

વિધિ

  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં જેતૂનનું તેલ ગરમ કરી તેમાં ૧/૨ ટેબલસ્પૂન લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં મશરૂમ મેળવી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી સાંતળીને બાજુ પર રાખો.
  3. હવે બાકી રહેલું ૧ ટેબલસ્પૂન જેતૂનનું તેલ અને માખણ એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ગરમ કરી, તેમાં કાંદા અને બાકી રહેલું ૧ ટેબલસ્પૂન લસણ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં ચોખા ઉમેરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  5. પછી તેમાં ૧ કપ વેજીટેબલ સ્ટોક અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી લીધા પછી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી અથવા વેજીટેબલ સ્ટોકનું બાષ્પીભવન થાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. રીત ક્રમાંક ૫ મુજબ બાકી રહેલા ૨ કપ વેજીટેબલ સ્ટોક પણ રાંધી લો.
  7. તે પછી તેમાં સાંતળેલા મશરૂમ, બાકી રહેલું ૧ કપ વેજીટેબલ સ્ટોક અને મરી પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ અથવા સ્ટોક બરોબર ઓગળી જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  8. તાપ બંધ કરી લીધા પછી તેમા તાજું ક્રીમ અને ચીઝ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  9. તરત જ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ