મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  ઇટાલીયન વ્યંજન >  ઇટાલીયન પીઝા >  ચીઝ બર્સ્ટ પીઝા

ચીઝ બર્સ્ટ પીઝા

Viewed: 11468 times
User 

Tarla Dalal

 21 February, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

બજારમાં મળતા તૈયાર પીઝાની સરખામણીમાં આ ઘરે બનાવેલા ચીઝ બર્સ્ટ પીઝાની બનાવટ જ અલગ છે, કારણકે તે આપણા પોતાના રસોડામાં તૈયાર થયેલા છે અને તેમાં ઉમેરવામાં આવેલી વસ્તુઓ સારામાં સારી છે અને તેનું ટોપીંગ તમારી મનપસંદનું છે. વિવિધ ઇટાલીની પ્રખ્યાત વાનગીઓમાંથી પસંદ કરેલા ચીઝ બર્સ્ટ પીઝાની વાનગી નાના બાળકો અને મોટા લોકોને પણ પસંદ પડશે કારણકે તેના દરેક ટુકડામાં ઉત્તેજના પેદા કરે એવી વસ્તુઓ મેળવવામાં આવી છે. આ પીઝાના કરકરા રોટલાથી માંડીને તેમા મેળવેલા ટોપીંગ વગેરે દરેક વસ્તુ તેને આકર્ષક બનાવે છે. આ પીઝા તૈયાર થઇ જાય કે તરત જ પીરસવા જ્યા સુધી ચીઝ પીગળેલી અને મુલાયમ હોય, નહીં તો તમને તેમાં મેળવેલી વસ્તુઓનો સ્વાદ માણવા નહીં મળે.

 

ચીઝ બર્સ્ટ પીઝા - Dominos Cheese Burst Pizza, Three Cheese Pizza recipe in Gujarati

Preparation Time

15 Mins

Cooking Time

2 Mins

Total Time

17 Mins

Makes

2 પીઝા

સામગ્રી

વિધિ

  1. એક બાઉલમાં ૨ ટેબલસ્પૂન હુંફાળા પાણીમાં સૂકું ખમીર અને સાકર મેળવી, સારી રીતે મિક્સ કરી બાઉલને ઢાંકીને ૧૦ મિનિટ સુધી બાજુ પર રાખો.
  2. બીજા એક ઊંડા બાઉલમાં મેંદો, ખમીર-સાકરનું મિશ્રણ, જેતૂનનું તેલ અને મીઠું મેળવી જરૂરી પાણી વડે નરમ કણિક તૈયાર કરો.
  3. આ કણિકને કલીંગ રૅપ (cling wrap) અથવા મલમલના કપડા વડે ઢાંકીને ૪૫ મિનિટ માટે બાજુ પર રાખો.
  4. તે પછી કણિકને દબાવીને તેમાંની હવા કાઢી લીધા પછી તેના ૪ સરખા ભાગ પાડી, દરેક ભાગને સૂકા મેંદાના લોટની મદદથી ૧૭૫ મી. મી. (૭”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
  5. આ વણેલા પીઝા પર ફોર્ક (fork) વડે કાંપા પાડી લો.
  6. આ પીઝાને નૉન-સ્ટીક તવા પર બન્ને બાજુએથી અડધા પડધા શેકીને બાજુ પર રાખો.
  7. હવે કણિકના બીજા એક ભાગને સૂકા મેંદાના લોટની મદદથી ૨૦૦ મી. મી. (૮”) વ્યાસના ગોળાકારમાં વણી, તેમાં ફોર્ક (fork) વડે કાંપા પાડીને તેને ઑવનની બેકીંગ ટ્રે પર મૂકો.
  8. હવે આ પીઝા પર ૧ ટેબલસ્પૂન ચીઝ સ્પ્રેડ સરખી રીતે પાથરી તેની કીનારીની બાજુએથી થોડી જગ્યા છોડી દો.
  9. તે પછી પાથરેલા ચીઝ સ્પ્રેડ પર ૫ ચીઝ સ્લાઇસ થોડી એક-બીજા પર રહે તે રીતે મૂકો.
  10. તે પછી અર્ધ શેકેલા પીઝાના રોટલાને તેની પર મૂકીને નીચેના પીઝાની બાજુઓને અંદરની બાજુએ વાળી લીધા પછી હલકા હાથે દબાવી લો.
  11. તેની પર ૨ ૧/૨ ટેબલસ્પૂન પીઝા સૉસ પાથરી લીધા પછી ૧/૮ કપ કાંદા, ૧/૮ કપ સિમલા મરચાં, ૧ ટેબલસ્પૂન કાળા જેતૂન, ૫ ઍલપીનોની સ્લાઇસ, ૧/૨ કપ ખમણેલું ચીઝ, ૧/૨ ટીસ્પૂન સૂકા ઑરેગાનો અને ૧/૨ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ પણ સરખી રીતે પાથરી લો.
  12. રીત ક્રમાંક ૪ થી ૧૧ મુજબ વધુ ૧ પીઝા તૈયાર કરો.
  13. આમ તૈયાર થયેલા પીઝાને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૨૦ મિનિટ સુધી બેક કરી લો.
  14. દરેક પીઝા પર ૧ ટેબલસ્પૂન જેતૂનનું તેલ રેડી લો.
  15. દરેક પીઝાને ૪ ટુકડામાં કાપીને તરત જ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ