You are here: હોમમા> વિવિધ વ્યંજન > ઇટાલીયન વ્યંજન > ઇટાલિયન મુખ્ય ભોજન > પાસ્તા ઇન વાઇટ સૉસ
પાસ્તા ઇન વાઇટ સૉસ

Tarla Dalal
10 April, 2023


Table of Content
પાસ્તા ઇન વાઇટ સોસ | ભારતીય સ્ટાઈલ વ્હાઈટ સોસ માં પાસ્તા | પાસ્તા રેસીપી | White Sauce Pasta in Gujarati | with 32 amazing images.
વાઇટ સૉસનો સ્વાદ આમ તો સૌને ગમી જાય એવું છે. તે ફક્ત રાંધેલી ફ્યુસિલી માટે જ મુખ્ય પાયારૂપ નથી ગણાતું, પણ વિવિધ પ્રકારની રંગીન અને કરકરી શાકભાજી માટે પણ તેટલું જ મહત્વરૂપ છે. રંગીન સિમલા મરચાં, આકર્ષક બ્રોકલી અને કરકરા બેબી કોર્ન આ પાસ્તાને વિવિધરંગી તો બનાવે જ છે પણ સાથે એવા રૂચીકારક બનાવે છે કે તેને ખાવા માટે મન તરત જ લલચાઇ જાય. આ પાસ્તા ઇન વાઇટ સૉસને મસાલા અને સૂકા હર્બસ્ વડે એવા મજેદાર અને સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યા છે કે તરત જ ખાઇ જવાની ઇચ્છા થઇ જાય.
પાસ્તા ઇન વાઇટ સોસ માટેની ટિપ્સ. ૧. પાસ્તા ઇન વાઇટ સોસ બનાવવાની આ એક રીત છે. બીજી પદ્ધતિ એ છે કે શાકભાજીને સાંતળો અને તેને એક બાજુ રાખો, વાઇટ સોસની રેસીપી તૈયાર કરો અને પછી બધું એક સાથે ટૉસ કરી દો. જ્યારે તમે મહેમાનો માટે અથવા પાર્ટી દરમિયાન પાસ્તા રાંધતા હોવ ત્યારે આ પદ્ધતિ વાપરવી એક આદર્શ છે. અમારી વેબસાઇટમાં જૈન વ્હાઇટ સોસની રેસીપી પણ છે ૨. વાઇટ સોસ ઠંડો થતાં ઘટ્ટ થતો જશે. તેથી જ્યારે વાઇટ સોસ ગરમ હોય ત્યારે તેનો સ્વાદ લેવો શ્રેષ્ઠ રહેશે. પરંતુ જો તમે વેજીટેબલ પાસ્તા ઇન વાઇટ સોસને થોડા સમય પછી પીરસો છો તો ફરીથી ગરમ કરતી વખતે, તમે એમાં થોડું દૂધ અથવા ક્રીમ ઉમેરી શકો છો. ૩. જો તમને તમારા પાસ્તામાં વધુ સોસ પસંદ હોય તો માત્ર ૧ કપ પાસ્તાનો જ ઉપયોગ કરો. એ જ રીતે, તમે તેને વધુ પોષક બનાવવા માટે વધુ શાકભાજી ઉમેરી શકો છો.
પાસ્તા ઇન વાઇટ સૉસ - White Sauce Pasta, Indian Style White Sauce Pasta recipe in Gujarati
Tags
Preparation Time
25 Mins
Cooking Time
8 Mins
Total Time
33 Mins
Makes
3 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
2 કપ રાંધેલી ફ્યુસિલી
2 કપ દૂધ (milk)
2 ટેબલસ્પૂન મેંદો (plain flour , maida)
મીઠું (salt) , સ્વાદાનુસાર
2 ટેબલસ્પૂન માખણ (butter, makhan)
2 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1/4 કપ સ્લાઇસ કરેલા પીળા સિમલા મરચાં
1/4 કપ સ્લાઇસ કરેલા સિમલા મરચાં (sliced capsicum)
1/4 કપ સ્લાઇસ કરેલા લાલ સિમલા મરચાં (sliced red capsicum)
1/4 કપ સ્લાઇસ કરેલી ઝૂકિની
1/4 કપ હલકી ઉકાળેલી બ્રોકલી (blanched broccoli florets)
1/4 કપ આડા કાપીને અર્ધ ઉકાળેલા બેબી કોર્ન
1 ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ (dry red chilli flakes)
1 1/2 ટીસ્પૂન સૂકા મિક્સ હર્બસ્ (dried mixed herbs)
પીરસવા માટે
વિધિ
- એક ઊંડા બાઉલમાં દૂધ, મેંદો અને મીઠું મેળવી સારી રીતે ફીણી લો જેથી તેમાં ગાંગડા ન રહે. તે પછી તેને બાજુ પર રાખો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તેમાં પીળા, લાલ અને લીલા સિમલા મરચાં અને ઝૂકિની મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં બ્રોકોલી અને બેબી કોર્ન મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં દૂધ અને મેંદાનું મિશ્રણ, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ્, ચીઝ અને થોડું મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં ફ્યુસિલી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે ઉપર નીચે કરતાં રાંધી લો.
- ગાર્લિક બ્રેડ સાથે તરત જ પીરસો.