You are here: હોમમા> વિવિધ વ્યંજન > ઇટાલીયન વ્યંજન > ઇટાલિયન આધારીત વ્યંજન > પીઝા રોટલા, પીઝાના રોટલાની કણિક બનાવવાની રીત
પીઝા રોટલા, પીઝાના રોટલાની કણિક બનાવવાની રીત

Tarla Dalal
04 April, 2020


Table of Content
આજે દુનિયાના દરેક દેશમાં પીઝા અતિ પ્રખ્યાત થઇ ગયા છે. બહાર હોટલમાં પીઝા ખાવા સગવડરૂપ થયા છે, છતાં ક્યારેક ઘરે પણ પીઝા બનાવવાની મજા અલગ જ છે, કારણકે ઘરે બનાવતી વખતે તમે તમારી મનપસંદ રીતે તેને બનાવવાની સ્વતંત્રતા ધરાવો છો, અને તમારી રૂચિ પ્રમાણે તેનું ટોપીંગ અને સૉસની સાથે જોઇએ તે પ્રમાણે ચીઝનો ઉપયોગ કરી શકો છો. જો કે આજકાલ બજારમાં પીઝાના રોટલા તૈયાર મળે છે, છતાં ઘરે બનાવેલા પીઝાના રોટલાનો તાજો સ્વાદ અને તેની બનાવટ બજારમાં મળતા રોટલાથી અલગ જ હોય છે અને વધુમાં, તેને બનાવવામાં પણ બહુ મહેનત નથી લાગતી. તમે તેને સહેલાઇથી ઘરે બનાવી શકો છો અને તેની રીત આ પીઝા રોટલાની વાનગીમાં બતાવવામાં આવી છે.
Tags
Preparation Time
2 Mins
Cooking Time
0 Mins
Total Time
2 Mins
Makes
3 પીઝા રોટલા
સામગ્રી
Main Ingredients
2 કપ મેંદો (plain flour , maida)
1 ટીસ્પૂન સૂકું ખમીર
1 ટેબલસ્પૂન જેતૂનનું તેલ (olive oil)
1 ટીસ્પૂન સાકર (sugar)
મીઠું (salt) , સ્વાદાનુસાર
મેંદો (plain flour , maida) , વણવા માટે
જેતૂનનું તેલ (olive oil) , ગુંદવા માટે
વિધિ
- ૨ ટેબલસ્પૂન હુંફાળું પાણી અને સૂકું ખમીર એક નાના બાઉલમાં મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- તેને ઢાંકીને ૫ મિનિટ માટે બાજુ પર રાખો.
- એક ઊંડા બાઉલમાં મેંદો, ખમીર-પાણીનું મિશ્રણ, જેતૂનનું તેલ, સાકર અને મીઠું મેળવી જરૂરી પાણી સાથે સુંવાળી કણિક તૈયાર કરો.
- આ કણિકને મલમલના કપડા વડે ઢાંકી ૧ કલાક માટે બાજુ પર રાખો.
- તે પછી કણિકને હલકા હાથે ગુંદી લો જેથી તેમાં રહેલી હવા નીકળી જાય, તે પછી તેના ૩ સરખા ભાગ પાડો.
- દરેક ભાગને, ૧૭૫ મી. મી. (૭”)ના ગોળાકારમાં સૂકા લોટની મદદથી વણી લીધા પછી તેની પર ફોર્ક વડે સરખી રીતે કાપા પાડો.
- આમ તૈયાર થયેલા ૩ રોટલાને બેકિંગ ટ્રે પર ગોઠવી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) તાપમાન પર ૫ મિનિટ સુધી બેક કરી લો.