You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > વેજીટેબલ્સ્ ઇન કોકોનટ કરી
વેજીટેબલ્સ્ ઇન કોકોનટ કરી

Tarla Dalal
04 February, 2018
-13555.webp)

Table of Content
વેજીટેબલ્સ્ ઇન કોકોનટ કરી, ભારતના પશ્ચિમ કીનારાવાળા રાજ્યોની ખાસિયત રહી છે કારણકે તે પ્રદેશમાં નાળિયેર પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે જેથી તેઓ રાંધવાની વાનગીઓમાં તેનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરે છે. અહીં એક રંગીન અને રસદાર સાદા શાકને લીલા મરચાં અને જીરૂ મેળવી સ્વાદિષ્ટ બનાવી, નાળિયેરના દૂધમાં ઉકાળીને રજુ કરી છે. અહીં આ કરીને માઇક્રોવેવમાં બનાવવાની સરળ રીત દર્શાવી છે. તેનો ઉપયોગ તે તૈયાર થાય કે તરત જ કરવો, નહીંતર તે થોડા સમયમાં જ ઘટ્ટ થઇ જશે. જો તેને તમે થોડો સમય રાખવાની ઇચ્છા ધરાવતા હો, તો તેમાં પાણીની માત્રામાં થોડો ફેરફાર કરવો પડશે. આવી જ બીજી માઇક્રોવેવની રેસીપી જેવી કે મકાઇ જાજરીયા અથવા નાચની-મેથીના મુઠિયાનો સ્વાદ પણ માણવા જેવો છે.
Tags
Preparation Time
20 Mins
Cooking Time
11 Mins
Total Time
31 Mins
Makes
3 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
3/4 કપ નાળિયેરનું દૂધ (coconut milk)
1 ટેબલસ્પૂન મેંદો (plain flour , maida)
1 ટીસ્પૂન ઘી (ghee)
1/2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
2 ચીરી પાડેલું લીલું મરચું (slit green chillies)
1/3 કપ સ્લાઇસ કરેલી દૂધી
1/3 કપ સ્લાઇસ કરેલું લાલ કોળું
1/4 કપ સ્લાઇસ કરેલા તુરીયા
1/4 કપ લીલા વટાણા (green peas)
1/4 કપ આડી સમારેલી ફણસી (diagonally cut French beans)
1/2 કપ સ્લાઇસ કરેલા ગાજર (sliced carrots)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- એક બાઉલમાં નાળિયેરનું દૂધ અને મેંદો મેળવી સારી રીતે જેરી લીધા પછી તેને બાજુ પર રાખો.
- હવે એક માઇક્રોવેવ સેફ બાઉલમાં ઘી, જીરૂ, લીલા મરચાં અને કડી પત્તા ભેગા કરી ઉંચા તાપ પર ૩૦ સેકંડ સુધી માઇક્રોવેવ કરી લો.
- તે પછી તેમાં બધા શાક, ૧/૩ કપ પાણી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર ૮ મિનિટ સુધી વચ્ચે એક વખત હલાવીને માઇક્રોવેવ કરી લો.
- તે પછી તેમાં આગળથી તૈયાર કરેલું દૂધ અને મેંદાનું મિશ્રણ તથા ૧/૪ કપ પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી લીધા પછી ઉંચા તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે એક વખત હલાવીને માઇક્રોવેવ કરી લો.
- તરત જ પીરસો.