You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > જૈન વ્યંજન, જૈન પરંપરાગત વાનગીઓ > કાજૂવાળી ટીંડલી
કાજૂવાળી ટીંડલી

Tarla Dalal
02 January, 2025


Table of Content
ભારતના દક્ષિણી પશ્ચિમ કીનારાના રાજ્યોમાં ખાસ કરીને મેંગલોરના લોકોની ટીંડલી અને કાજૂ પ્રથમ પસંદગી ગણાય છે.
અહીં આ બન્ને સામગ્રી મેળવીને કાજૂવાળી ટીંડલી બનાવવામાં આવી છે. આ ભાજીને ફક્ત રાઇ અને લાલ મરચાંનો વઘાર આપવામાં આવ્યો છે, જેથી તમે ટીંડલીનો સ્વાદ બરોબર માણી શકો.
આ શાક જ્યારે રોટી , દાળ અને ભાત સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
12 Mins
Total Time
27 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
1 1/2 કપ સ્લાઇસ કરેલી ટીંડલી
5 ટેબલસ્પૂન કાજૂ
2 ટેબલસ્પૂન તેલ ( oil )
1/2 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
3 સૂકું કશ્મીરી લાલ મરચું (whole dry kashmiri red chillies) , નાના ટુકડા કરેલા
મીઠું (salt) , સ્વાદાનુસાર
સજાવવા માટે
2 ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર (grated coconut)
વિધિ
- એક બાઉલમાં જરૂરી પાણી મેળવી કાજૂને ૩૦ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં લાલ મરચાં, ટીંડલી અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ અથવા ટીંડલી બરોબર રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં પલાળેલા કાજૂ, સાકર અને થોડું મીંઠુ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ખમણેલા નાળિયેર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.