You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > સોયા મટરની સબ્જી
સોયા મટરની સબ્જી

Tarla Dalal
30 January, 2025


Table of Content
Tags
Preparation Time
15 Mins
Cooking Time
7 Mins
Total Time
22 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
1/2 કપ સોયા ચંક્સ
1/2 કપ બાફેલા લીલા વટાણા (boiled green peas)
1/4 કપ દહીં (curd, dahi)
2 ટીસ્પૂન ચણાનો લોટ ( besan )
2 ટેબલસ્પૂન દૂધ (milk)
2 ટેબલસ્પૂન તેલ ( oil )
1/2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1 ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ (ginger-green chilli paste)
1/2 ટીસ્પૂન લસણની પેસ્ટ (garlic paste)
1 કપ સમારેલા કાંદા (chopped onions)
1 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1/2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/2 ટીસ્પૂન ધાણા-જીરું પાવડર (coriander-cumin seeds powder )
1/2 ટીસ્પૂન સાકર (sugar)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- એક બાઉલમાં સોયા ચંક્સ્, મીઠું અને ૧ કપ ગરમ પાણી મેળવીને પલાળવા માટે ૧૦ મિનિટ સુધી બાજુ પર રાખો. તે પછી સોયા ચંક્સ્ ને દબાવીને તેમાંથી પાણી કાઢી લીધા પછી બાજુ પર રાખો.
- એક ઊંડા બાઉલમાં દહીં, ચણાનો લોટ, દૂધ અને ૩/૪ કપ પાણી મેળવીને તેને સારી રીતે વલોવી લો જેથી તેમાં ગઠોડા ન રહે. તે પછી તેને બાજુ પર રાખો.
- એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ નાંખો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ, આદૂ-લીલા મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટા, હળદર, મરચાં પાવડર અને ધાણા-જીરૂ પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
- હવે તાપને ધીમું કરી તેમાં જેરી લીધેલું દહીંનું મિશ્રણ અને ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વધુ ૧ મિનિટ સતત હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં સોયા ચંક્સ્, લીલા વટાણા, સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે એક વખત હલાવીને રાંધી લો.
- તરત જ પીરસો.
- હાથવગી સલાહ: એક વખત સોયા ચંક્સ્ પલાળયા પછી નીતારીને સારી રીતે દબાવી લીધા પછી રીત ક્રમાંક ૧ પ્રમાણે તેનો તરત જ સબ્જીમાં ઉપયોગ કરવો, નહિ તો જો સોયા ચંક્સ્ વધુ સમય રહેશે તો તુટી જવાની શક્યતા છે.