You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > ટમેટા અને મેથીવાળા ભાત રેસીપી
ટમેટા અને મેથીવાળા ભાત રેસીપી

Tarla Dalal
23 April, 2025


Table of Content
ટમેટા અને મેથીવાળા ભાત રેસીપી | હેલ્ધી ટામેટા મેથી પુલાવ | ટામેટા મેથી બ્રાઉન રાઈસ | ટોમેટો મેથી રાઇસ | tomato methi rice in Gujarati | with 36 amazing images.
લોહથી ભરપૂર મેથી અને વિટામીન-સી સમૃદ્ધ ટમેટા લોહના શોષણમાં મદદ કરે છે. આ હેલ્ધી ટામેટા મેથી પુલાવમાં ફાઈબરની માત્રા વધારવા માટે, પોલિશ્ડ સફેદ ભાતની બદલીમાં અનપોલિશ્ડ બ્રાઉન ભાતનો પ્રયોગ કરવો, જે વજન પર નજર રાખનાર, મધુમેહ અને વધુ કોલેસ્ટ્રોલ ધરાવનાર માટે ફાયદાકારક ગણાય છે.
Tags
Preparation Time
25 Mins
Cooking Time
12 Mins
Total Time
37 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
1/2 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
3 કપ સમારેલી મેથી (chopped fenugreek leaves, methi)
3 કપ પલાળીને રાંધેલા બ્રાઉન ભાત , જુઓ હાથવગી સલાહ
2 ટીસ્પૂન તેલ ( oil )
1 તમાલપત્ર (bay leaf (tejpatta)
25 મિલીમીટર તજ (cinnamon, dalchini)
2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/4 કપ કાંદાની પેસ્ટ
2 ટીસ્પૂન લસણની પેસ્ટ (garlic paste)
1 ટેબલસ્પૂન ધાણા-જીરું પાવડર (coriander-cumin seeds powder )
1/2 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
મીઠું (salt) , સ્વાદાનુસાર
પીરસવા માટે
વિધિ
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનને ગરમ કરી તેમાં તમાલપત્ર, લવિંગ, તજ અને એલચી મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લીલા મરચાં અને કાંદાની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર વધુ એક મિનિટ સુધી અથવા કાંદાની પેસ્ટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળી લો. જો કાંદા દાઝવા માંડે તો તેના પર થોડું પાણી છાંટી લેવું.
- તે પછી તેમાં લસણની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ અથવા ટમેટા બરોબર રંધાઈ જાય ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં ધાણા-જીરા પાવડર, હળદર, મરચાં પાવડર અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી રાંધી લો.
- તે પછી તેમાં સમારેલી મેથી મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વધુ ૩ થી ૪ મિનિટ સુધી અથવા મેથી બરોબર રંધાઈ જાય ત્યાં સુધી રાંધી લો.
- છેલ્લે તેમાં ભાત અને મીઠું મેળવી હળવેથી મિક્સ કરી ધીમા તાપ પર વધુ ૩ થી ૪ મિનિટ સુધી રાંધી લો.
- દહીં સાથે ગરમ ગરમ પીરસો અથવા તમને ગમતા કોઈ પણ રાઈતા સાથે પીરસો.
હાથવગી સલાહઃ
- ૩ કપ રાંધેલા બ્રાઉન ભાત બનાવવા માટે જરૂરી પાણી સાથે મીઠું, ૧ ટીસ્પૂન તેલ અને ૧ કપ પલાળીને નીતારેલા બ્રાઉન ચોખાને એક ઊંડા નૉન-સ્ટિક પૅનમાં ઉમેરીને ૮૫% રાંધીને પૂરા નીતારી લેવા, અને જ્યારે જરૂર પડે ત્યારે વાપરવા.