You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ રેસીપી > ભાત ની રેસીપી | ચોખાની વાનગીઓ > હરાભરા સબ્જ પુલાવ
હરાભરા સબ્જ પુલાવ

Tarla Dalal
02 January, 2025


Table of Content
આ મસાલેદાર ગરમ વાનગીમાં વિવિધ શાક તેને રંગીન અને સુવાસિત બનાવે છે. ઉપરાંત બ્રાઉન ચોખામાં રહેલા વિવિધ પૌષ્ટિક ગુણો જેવા કે કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, વિટામીન-એ અને લોહ તત્વને ફાઇબરયુક્ત શાકભાજી અને લીલી પેસ્ટ સાથે મેળવવાથી એક સ્વાદિષ્ટ અને આરોગ્યદાઇ વાનગી તૈયાર થાય છે. તમે જ્યારે આ તેલ વગરની હરાભરા સબ્જ પુલાવ વાનગી બનાવશો ત્યારે પારંપરિક રીતે તૈયાર થતા ચરબીયુક્ત પુલાવ પ્રત્યેની તમારી કુમળી લાગણીને પણ ભુલી જશો. આ પુલાવ સાથે પાલક કઢી અને પાપડના ચુરાનો સ્વાદ જરૂરથી માણવા જેવો છે.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
10 Mins
Total Time
20 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
1/4 કપ સમારેલા કાંદા (chopped onions)
1/2 કપ સ્લાઇસ કરેલા બટાટા
1/2 કપ લીલા વટાણા (green peas)
1 કપ ફૂલકોબીના ફૂલ
1 1/4 કપ લીંબુ (lemon) , પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલા
50 મિલીલીટર તજ (cinnamon, dalchini)
2 તમાલપત્ર (bay leaf (tejpatta)
મીઠું (salt) , સ્વાદાનુસાર
પેસ્ટ માટે
2 કપ સમારેલી કોથમીર (chopped coriander)
1/4 કપ ફૂદીનાના પાન
1 ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર (grated coconut)
1 ટેબલસ્પૂન પૌંઆ (beaten rice (poha)
2 લીલું મરચું (green chillies) , સમારેલા
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
2 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
મીઠું (salt) , સ્વાદાનુસાર
સજાવવા માટે
1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
વિધિ
- પ્રેશર કુકરને ઉંચા તાપમાન પર ગરમ કરો.
- તે પછી તેમાં લવિંગ, તજ અને તમાલપત્ર મેળવી ધીમા તાપ પર થોડી સેકંડ સુધી શેકી લો.
- તે પછી તેમાં સમારેલા કાંદા ઉમેરી ધીમા તાપ પર ૩૦ સેકંડ સુધી સૂકા શેકી લો.
- તે પછી તેમાં બટાટા, લીલા વટાણા, ફૂલકોબીના ફૂલ, લીલી પેસ્ટ, બ્રાઉન ચોખા અને મીઠું મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં ૩ કપ ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
- કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.
- ૧. બધી વસ્તુઓ ભેગી કરી મિક્સરમા મૂકી તેમાં થોડું પાણી મેળવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.