You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મુઘલાઇ વ્યંજન > વેજીટેબલ ઍન્ડ લૅન્ટીલ પુલાવ
વેજીટેબલ ઍન્ડ લૅન્ટીલ પુલાવ

Tarla Dalal
26 February, 2016


Table of Content
અહીં ભાત, દાળ, મિક્સ શાકભાજી, કેસર અને તળેલા કાંદાનું મિશ્રણ છે જેને કાંદાની તૈયાર કરેલી પેસ્ટમાં મેળવી ઑવનમાં તૈયાર કરવામાં આવ્યું છે.
તે એવું મજેદાર બને છે કે તેને જમણનું મુખ્ય અંગ પણ ગણાવી શકાય. તેનો દેખાવ ખૂબજ પ્રભાવી લાગે છે કારણકે તેને બેક કરવાથી “દમ” જેવો અહેસાસ આ વેજીટેબલ ઍન્ડ લૅન્ટીલ પુલાવમાં આવે છે.
વેજીટેબલ ઍન્ડ લૅન્ટીલ પુલાવ - Vegetable and Lentil Pulao recipe in Gujarati
Tags
Preparation Time
20 Mins
Cooking Time
35 Mins
Total Time
55 Mins
Makes
6 માત્રા માટે
સામગ્રી
ભાત-દાળના મિશ્રણ માટે
1 1/4 કપ પલાળેલા ચોખા , ૩૦ મિનિટ પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલા
3/4 કપ તુવેરની દાળ (toovar dal, arhar)
1/2 કપ તળેલા કાંદા (fried onions)
3/4 કપ સમારીને બાફેલી મિક્સ શાકભાજી (chopped and boiled mixed vegetables) (ફણસી , ગાજર અને લીલા વટાણા)
2 કેસર (saffron (kesar) strands) , ૨ ટીસ્પૂન
મીઠું (salt) , સ્વાદાનુસાર
કરી માટે
2 ટેબલસ્પૂન ઘી (ghee)
1 કપ જેરી લીધેલી દહીં (whisked curds, dahi)
1 ટીસ્પૂન સાકર (sugar)
મીઠું (salt) , સ્વાદાનુસાર
મિક્સ કરીને સુંવાળી કાંદાની પેસ્ટ તૈયાર કરવા માટે (તેમાં જરૂરી પાણી મેળવવું)
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
2 ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર (grated coconut)
4 સૂકું કશ્મીરી લાલ મરચું (whole dry kashmiri red chillies) , ટુકડા કરેલા
25 મિલીમીટર આદુ (ginger, adrak) ટુકડો
1 ટેબલસ્પૂન ખસખસ (poppy seeds, khus-khus)
2 ટીસ્પૂન આખા ધાણા (coriander seeds)
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
બીજી જરૂરી વસ્તુઓ
2 ટીસ્પૂન ઘી (ghee) , ચોપડવા માટે
2 ટેબલસ્પૂન દૂધ (milk)
1/2 કપ તળેલા કાંદા (fried onions)
પીરસવા માટે
વિધિ
આગળની રીત
- એક માઇક્રોવેવમાં મૂકી શકાય એવા બાઉલમાં ઘી ચોપડીને તેમાં ભાત-દાળના મિશ્રણનો એક ભાગ મૂકી તેને ચમચાના પાછળના ભાગ વડે ફેલાવી લો.
- તે પછી તેમા તૈયાર કરેલી કરી સરખી રીતે પાથરી લો.
- છેલ્લે તેની પર બાકી રહેલું ભાત-દાળનું મિશ્રણ સરખી રીતે પાથરી લો.
- તે પછી તેની પર દૂધ રેડી, વાસણને ઢાંકણ વડે ઢાંકી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦0 c (૩૬૦0 f) તાપમાન પર ૧૫ થી ૨૦ મિનિટ સુધી અથવા માઇક્રોવેવમાં ઉંચા તાપમાન પર ૫ થી ૭ મિનિટ બેક કરી લો.
- પીરસવાના સમય પહેલા, એક મોટી પીરસવાની ડીશ પર પલટાવી લો.
- તાજા દહીં સાથે તરત જ પીરસો.
કરી માટે
- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં તૈયાર કરેલી કાંદાની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં દહીં, સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
ભાત-દાળના મિશ્રણ માટે
- ચોખા એવી રીતે રાંધી લો કે તેનો દરેક દાણો છુટો રહે. તેને નીતારીને બાજુ પર રાખો.
- એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં દાળ અને ૧ ૧/૨ કપ પાણી મેળવી મધ્યમ તાપ પર ૧૦ થી ૧૫ મિનિટ સુધી અથવા દાળ બરોબર રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લીધા પછી તેને બાજુ પર રાખો.
- એક બાઉલમાં ભાત, દાળ, મિક્સ શાકભાજી, તળેલા કાંદા, કેસર-દૂધનું મિશ્રણ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ ભાત-દાળના મિશ્રણના બે ભાગ પાડી બાજુ પર રાખો.