You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > ઑટસ્-મગદાળની ટીક્કી ની રેસીપી
ઑટસ્-મગદાળની ટીક્કી ની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
ઓટ્સ મગની દાળની ટીક્કી રેસીપી | ઓટ્સ સાથે મગની દાળની ટિક્કી | હેલ્ધી ઓટ્સ ટિક્કી | oats moong dal tikki in Gujarati | with amazing 23 images.
ઑટસ્ અને મગની દાળના મિશ્રણ સાથે જુદી જુદી જાતના ભારતીય મસાલા મેળવીને એક ફાઇબર અને પ્રોટીનયુક્ત નાસ્તાની વાનગી તૈયાર કરવામાં આવી છે, જે ખાવાના શોખીનો અને તબિયતની કાળજી લેનારા એમ બન્નેને સંતુષ્ટ કરે એવી તૈયાર થાય છે.
આ ઓટ્સ મગની દાળની ટીક્કીનો આકાર સહેજ પાતળો બનાવીને તેને ધીમા તાપ પર રાંધશો, તો તે અંદરથી પણ સારી રીતે રંધાશે. આ હેલ્ધી ઓટ્સ ટિક્કી જો બર્ગરમાં ભરશો તો તમને આહલાદ કરાવે એવા જમણનો આનંદ મળશે.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
25 Mins
Total Time
35 Mins
Makes
12 ટીક્કી
સામગ્રી
Main Ingredients
1/2 કપ પીળી મગની દાળ (yellow moong dal)
1/2 કપ રોલ્ડ ઓટ્સને ઝડપથી રાંધવા (quick cooking rolled oats)
2 ટેબલસ્પૂન દહીં (curd, dahi)
3 ટેબલસ્પૂન ખમણેલા કાંદા
1/2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
2 ટીસ્પૂન ચાટ મસાલો (chaat masala)
2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/4 ટીસ્પૂન ગરમ મસાલો (garam masala)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ (ginger-garlic (adrak-lehsun) paste)
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
મીઠું (salt) , સ્વાદાનુસાર
2 ટીસ્પૂન તેલ ( oil ) , ચોપડવા માટે તથા રાંધવા માટે
પીરસવા માટે
વિધિ
- મગની દાળને સાફ કરી, ધોઇને એક ઊંડા પૅનમાં ૧ કપ પાણી સાથે દાળ બરોબર રંધાઇને નરમ થઇ જાય અને સંપૂર્ણ પાણીનું બાસ્પીભવન થઇ જાય ત્યાં સુધી રાંધી લો.
- હવે દાળને ગરણી વડે ગાળી મિક્સરમાં ફેરવી કરકરી પેસ્ટ તૈયાર કરો.
- આ પેસ્ટને એક બાઉલમાં મૂકી, તેમાં બાકી રહેલી બધી સામગ્રી મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૧૨ સરખા ભાગ પાડી, દરેક ભાગની ૬૩ મી. મી. (૨ ૧/૨”)ની પાતળી ગોળકાર ટીક્કી તૈયાર કરી લો.
- હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧/૨ ટીસ્પૂન તેલ ચોપડી લો.
- તે પછી દરેક ટીક્કીને ૧/૮ ટીસ્પૂન તેલ વડે તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
- પૌષ્ટિક લીલી ચટણી સાથે તરત જ પીરસો.