મેનુ

You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ >  બ્રોકલી અને પનીરની ટીક્કી ની રેસીપી

બ્રોકલી અને પનીરની ટીક્કી ની રેસીપી

Viewed: 7808 times
User 

Tarla Dalal

 02 January, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
ब्रोकोली पनीर टिक्की रेसिपी - हिन्दी में पढ़ें (Broccoli and Paneer Tikki ( Healthy Starter) in Hindi)

Table of Content

બ્રોકલી અને પનીરની આ ટીક્કી બહુ સરળ છતાં એક નવિન પ્રકારનું સ્ટાર્ટર છે, જે તમને તૃપ્ત થઇ જવાનો આનંદ આપશે.

આ વાનગીમાં પૌષ્ટિક વસ્તુઓનું મિશ્રણ એટલે એન્ટીઓક્સિડંટ (antioxidant) ધરાવતી બ્રોકલી, કેલ્શિયમયુક્ત પનીર અને ફાઇબરથી ભરપુર સ્ટાર્ટરનો સ્વાદ એવો આશ્ચર્યકારક છે કે તમે એક આરોગ્યદાયક ટીક્કી ખાઇ રહ્યા છો એવો ખ્યાલ પણ નહીં આવે.

આ બધા કારણ ઉપરાંત તેની સાથે વધુ એક કારણે પણ આ ટીક્કી સારી છે, કે તેને તળવાને બદલે નૉન-સ્ટીક તવા પર ઓછા તેલમાં રાંધવામાં આવી છે. તો આ ટીક્કી જરૂરથી અજમાવશો.

Preparation Time

15 Mins

Cooking Time

15 Mins

Total Time

30 Mins

Makes

11 ટીક્કી

સામગ્રી

બ્રોકલી અને પનીરની ટીક્કી બનાવવા માટે સામગ્રી

પીરસવા માટે

     

વિધિ

  1. બ્રોકલી અને પનીરની ટીક્કી ની રેસીપી બનાવવા માટે, એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા, લસણ અને લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં બ્રોકલી અને મીઠું ઉમેરી, મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી સાંતળી લો.
  3. હવે તેને તાપ પરથી નીચે ઉતારી એક ઊંડા બાઉલમાં કાઢીને ઠંડું થવા દો.
  4. જ્યારે સંપૂર્ણ ઠંડું થઇ જાય ત્યારે, તેમાં ઓટસ્ અને પનીર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  5. હવે મિશ્રણના ૧૧ સરખા ભાગ પાડી, દરેક ભાગની ૫૦ મી. મી. (૨”)ની પાતળી ગોળાકાર ટીક્કી બનાવી લો.
  6. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧/૨ ટીસ્પૂન તેલ ચોપડી લીધા પછી બધી ટીક્કીને ૧/૨ ટીસ્પૂન તેલ વડે તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
  7. લીલી ચટણી સાથે તરત જ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ