You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > છાશ રેસીપી | સાદી ભારતીય છાશ રેસીપી | છાશ બનાવવાની રીત
છાશ રેસીપી | સાદી ભારતીય છાશ રેસીપી | છાશ બનાવવાની રીત

Tarla Dalal
02 January, 2025


Table of Content
છાશ રેસીપી | સાદી ભારતીય છાશ રેસીપી | છાશ બનાવવાની રીત | chaas recipe in gujarati | with 12 amazing images.
સૌથી વધુ લોકપ્રિય ભારતીય પીણું, છાશ રેસીપી અથવા સાદી છાશ રેસીપી જેને ભારતની બહાર સાદી ભારતીય છાશ કહેવામાં આવે છે. સાદી છાશ દહી, પાણી અને મીઠુંમાંથી બનાવવામાં આવે છે. તેને ભારતીય સ્વાદ આપવા માટે આપણે જીરું અને થોડોક મસાલાનો ઉમેરો કર્યો છે.
ઉનાળાની ગરમ બપોરમાં ઠંડી કરેલી છાશ પીરસો અને તમારા કુટુંબના ઉર્જા સ્તરો તરત જ વધતા જતા જોશો. એ નોંધવું સારું છે કે સાદી છાશ પાચનમાં પણ મદદ કરે છે. જો કે, યાદ રાખો કે આ એક ડે-ડ્રિંક વધુ છે. છાશ મૂળરૂપે એક દહીં આધારિત ડ્રિંક છે જે તમારી સિસ્ટમને અંદરથી ઠંડુ કરે છે. મૂળભૂત રીતે સાદી છાશ ગુજરાત અને રાજસ્થાનમાં ખૂબ પ્રખ્યાત છે.
Tags
Preparation Time
5 Mins
Cooking Time
1 Mins
Total Time
6 Mins
Makes
4 ગ્લાસ માટે
સામગ્રી
છાશ માટે
2 કપ દહીં (curd, dahi) , જેરી લીધેલું
1 ટીસ્પૂન જીરા પાવડર (cumin seeds (jeera) powder )
1/2 ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ (ginger-green chilli paste)
1/2 ટીસ્પૂન સંચળ (black salt, sanchal)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટીસ્પૂન તેલ ( oil )
1/4 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
છાશને સજાવવા માટે
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
વિધિ
- છાશ બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં દહીં, જીરા પાવડર, આદુ-લીલા મરચાંની પેસ્ટ, સંચળ અને મીઠાને ભેગુ કરો, બરાબર મિક્સ કરી લો.
- ૪ કપ ઠંડુ પાણી નાંખો અને જેરી લો. એક બાજુ રાખો.
- વધાર માટે, એક નાના પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું નાખો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ નાખો અને છાશ ઉપર વધારને રેડી દો.
- કોથમીરથી સજાવવીને છાશને પીરસો.