બટરમિલ્ક રસમ | રસમ રેસીપી | સાઉથ ઈન્ડિયન રસમ | Butter Milk Rasam, Curd Rasam, Mor Rasam
તરલા દલાલ દ્વારા
Added to 49 cookbooks
This recipe has been viewed 2967 times
બટરમિલ્ક રસમ | રસમ રેસીપી | સાઉથ ઈન્ડિયન રસમ | butter milk rasam in gujarati |
બટરમિલ્ક રસમ એ એક 'હલ્કો' સાધારણ મસાલાવાળો રસમ છે જે શરદી અથવા તાવવાળા લોકો દ્વારા સુરક્ષિત રીતે પીવામાં આવે છે, જેને સામાન્ય રીતે કાચી છાશની જેમ પીવાની મંજૂરી નથી.
બટરમિલ્ક રસમ ને ભાત અને મસાલા કરી સાથે પણ પીરસી શકાય છે.
સુકો મસાલા પાવડર બનાવવા માટે- એક કઢાઈમાં ઘી ગરમ કરો, તેમાં બધી સામગ્રી ઉમેરીને ધીમા તાપ પર સતત હલાવતા રહી સ્વાદ છૂટે ત્યાં સુધી સાંતળો (આશરે ૪ થી ૫ મિનિટ).
- તેને સહેજ ઠંડુ થવા દો અને પછી એક મિક્સરમાં સુંવાળો પાવડર બનાવી લો. એક બાજુ રાખો.
આગળની રીત- તૂવરની દાળ, ટામેટાં, મીઠું અને ૧ કપ પાણી ભેગું કરો, સારી રીતે મિક્સ કરી દો અને ૪ સીટી માટે પ્રેશર કૂક કરો.
- ઢાંકણ ખોલતા પહેલા વરાળને બહાર નિકળી જવા દો. પછી તેને થોડું હ્વિસ્ક કરી લો.
- ૧ ૧/૨ ટેબલસ્પૂન તૈયાર કરેલો મસાલો ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને ૨ થી ૩ મિનિટ સુધી ઉકાળો.
- વધાર માટે કઢાઈમાં થોડું ઘી ગરમ કરો અને રાઇ નાખો.
- જ્યારે રાઇ તતડવા માંડે, ત્યારે તેમાં જીરું, લાલ મરચું અને કડીપત્તા નાખો અને થોડીવાર સુધી સાંતળો.
- દાળના મિશ્રણ પર વધાર રેડી દો, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે રાંધી લો.
- ગેસ પર થી ઉતારી લો, છાશ અને મીઠું ઉમેરો (જો જરૂરી હોય તો) અને બરાબર મિક્સ કરી લો. તરત જ પીરસો.
હાથવગી સલાહ- તમે વધારે માત્રા માં મસાલો બનાવો છો, જો કે તેને ઓછા પ્રમાણ બનાવુ શક્ય નથી તેથી તેને બલ્કમાં તૈયાર કરો અને પછીથી વાપરવા માટે એક એર-ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો.
Other Related Recipes
Accompaniments
બટરમિલ્ક રસમ | રસમ રેસીપી | સાઉથ ઈન્ડિયન રસમ has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe