You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > સમોસા
સમોસા

Tarla Dalal
02 January, 2025


Table of Content
સમોસા! આ નાસ્તાની વાનગીને કોઇ પણ પ્રકારનો પરિચય આપવાની જરૂર છે? મૂળે આ વાનગી મુંબઇના લોકોને રસ્તાની રેંકડી પર મળતો સ્વાદિષ્ટ નાસ્તો છે. આ વાનગી હવે દેશભરમાં એટલી લોકપ્રિય થઇ છે કે તે લગભગ દરેક બેકરી, રેસ્ટૉરન્ટ અને ચહાના સ્ટોલ પર સહજ ઉપલબ્ધ છે.
કેટલાક લોકો તેને સાદા જ ખાવાનું પસંદ કરે છે જ્યારે કેટલાક લોકો તેને મસળીને ચટણી સાથે કે સૉસ સાથે અથવા તેનું ચાટ બનાવીને માણે છે. આમ આ સમોસા તમે ગમે તે રીતે આરોગો, પણ અહીં તેને કેવી રીતે એક આદર્શ અને ખાતરી લાયક બનાવવાની રીત રજૂ કરી છે.
ઘણા લોકો બજારમાં તૈયાર મળતી પટ્ટી સાથે ઝટપટ બનાવવાની રીત અપનાવે છે, પરંતું અહીં આ વાનગીમાં અજમાના સ્વાદવાળી કણિક તૈયાર કરી તેમાં સ્વાદિષ્ટ બટાટાનું પૂરણ ભરીને તેને મજેદાર બનાવવામાં આવ્યા છે.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
25 Mins
Total Time
40 Mins
Makes
4 સમોસા
સામગ્રી
કણિક માટે
1/3 કપ મેંદો (plain flour , maida)
1/2 ટીસ્પૂન ઘી (ghee)
1 અજમો
મીઠું (salt) , સ્વાદાનુસાર
પૂરણ માટે
3/4 કપ બાફીને મસળી લીધેલા બટેટા (boiled and mashed potatoes)
1/3 કપ બાફેલા લીલા વટાણા (boiled green peas)
1 ટેબલસ્પૂન તેલ ( oil )
1/2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1 1/2 ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ (ginger-green chilli paste)
1/2 ટીસ્પૂન સિમલા મરચો
1/4 ટીસ્પૂન આમચૂર (dried mango powder (amchur)
1/4 ટીસ્પૂન આખા ધાણા (coriander seeds)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
બીજી જરૂરી વસ્તુ
તેલ ( oil ) , તળવા માટે
પીરસવા માટે
વિધિ
- તૈયાર કરેલી કણિકને સરખી રીતે ગુંદી તે સુંવાળી અને લવચીક બને ત્યારે તેના ૨ સરખા ભાગ પાડો.
- દરેક ભાગને વણીને ૧૫૦ મી. મી. X ૭૫ મી. મી. (૬” x ૩”)ના માપનો લંબગોળ તૈયાર કરો.
- આ લંબગોળાકારના ચપ્પુની મદદથી બે સરખા ભાગ પાડો.
- હવે એક ભાગને હાથમાં લઇ તેની કીનારીઓને વાળીને કોન આકાર તૈયાર કરો.
- આ કોનમાં તૈયાર કરેલા પૂરણનો એક ભાગ મૂકી તેની કીનારી પણ થોડું પાણી લગાડીને બંધ કરી દો.
- આ જ રીતે બાકી રહેલી કણિક અને પૂરણ વડે બીજા ૩ સમોસા તૈયાર કરો.
- હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં સમોસાને મધ્યમ તાપ પર તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- લીલી ચટણી સાથે ગરમ-ગરમ પીરસો.
- એક બાઉલમાં બધી વસ્તુઓ સાથે જરૂરી પાણી મેળવી કઠણ કણિક તૈયાર કરીને મલમલના કપડા વડે અથવા ઢાંકણ વડે ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
- એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં હીંગ અને આદૂ-લીલા મરચાંની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં બટાટા અને લીલા વટાણા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો. આ પૂરણને ચમચાના પાછળના ભાગ વડે હલકા હાથે દબાવી લો.
- તે પછી તેમાં ગરમ મસાલો, આમચૂર, આખા ધાણા અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- આમ તૈયાર થયેલા આ પૂરણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.