You are here: હોમમા> વિવિધ વ્યંજન > અમેરીકન વ્યંજન > અમેરીકન આઈસ્ક્રીમ અને ડૅઝર્ટસ્ > સિઝલીંગ બ્રાઉની ની રેસીપી
સિઝલીંગ બ્રાઉની ની રેસીપી
Viewed: 5471 times

Tarla Dalal
02 January, 2025


0.0/5 stars
100% LIKED IT
| 0 REVIEWS
OK
Sizzling Brownies - Read in English
Table of Content
આ એક અલગ જ પ્રકારનું ડેઝર્ટ છે. અહીં અખરોટવાળી બ્રાઉનીને રમથી મેરિનેટ કરેલા ફળો તથા તાજા ક્રીમવાળા ચોકલેટ સૉસ સાથે પીરસવામાં આવ્યું છે. આ બ્રાઉનીની મજા તો વેનીલા આઇસક્રીમના એક સ્કુપ સાથે તો ઓર જ મજેદાર રહે છે. તો પછી કોની રાહ જુઓ છો, તૈયાર થઇ જાવ બનાવવા માટે.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
60 Mins
Total Time
75 Mins
Makes
2 માત્રા માટે
સામગ્રી
બ્રાઉની માટે
મિક્સ કરીને મેરિનેટ ફળો તૈયાર કરવા માટે
વિધિ
બ્રાઉની માટે
- ઑવનને ૧૮૦˚ સે (૩૬૦˚ ફે) તાપમાન પર ગરમ કરી લો.
- એક મિક્સિંગ બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી લાકડાના ચમચા વડે મિક્સ કરી ખાત્રી કરી લો કે તેમાં ગઠોડા ન રહે.
- હવે આ મિશ્રણને ગ્રીઝ કરેલી ૨૦૦ મી. મી. X ૨૦૦ મી. મી. (૮” x ૮”)ની બેકીંગ ટ્રેમાં રેડી લો.
- આ ટ્રેને ઑવનમાં મૂકી ૨૦ થી ૨૫ મિનિટ સુધી બેક કરી લો.
- તે પછી ટ્રે બહાર કાઢી ૫૦ મી. મી. X ૫૦ મી. મી. (૨” x ૨”)ના ટુકડા પાડી બાજુ પર રાખો.
- ૧/૨ કપ ક્રીમમાંથી ૨ ટેબલસ્પૂન ક્રીમ કાઢીને બાજુ પર રાખી બાકીનું ક્રીમ એક પૅનમાં રેડીને ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરીને તાપ પરથી ઉતારી લો.
- ૨. તે પછી તેમાં ચોકલેટ મેળવી સૉસ જેવું મિશ્રણ બને ત્યાં સુધી મિક્સ કરીને બાજુ પર રાખો.
- ૨ સીઝલરની પ્લેટને ગરમ કરી (બીજા સીઝલરની જેમ લાલચોળ ગરમ ન કરવી) તેને તેની લાકડાની ટ્રે પર મૂકો.
- હવે થોડું ચોકલેટ સૉસ ૧ સીઝલર પ્લેટ પર રેડી તેની ઉપર તાજું ક્રીમ રેડી લો.
- ટુથપીક વડે ક્રીમ અને ચોકલેટ સૉસમાં માર્બલ જેવી આકૃતિ તૈયાર કરી લો.
- પછી તેની પર બ્રાઉનીના અડધા ટુકડા મૂકી તેની ઉપર મેરિનેટ કરેલા અડધા ફળો મૂકી દો (જો બ્રાઉની ઠંડી પડી ગઇ હોય તો તેને ફરી ગરમ કરી લેવી)
- ૧ વેનિલા આઇસક્રીમના સ્કુપ અને ચોકલેટ વડે સજાવીને ગરમ ગરમ પીરસો.
- આ જ પ્રમાણે બાકી રહેલી સામગ્રી વડે વધુ સીઝલર તૈયાર કરો.
- તરત જ પીરસો.
- જો તમને રમ પસંદ હોય, તો બ્રાઉનીને સીઝલર પ્લેટ પર મૂક્તા પહેલા રમમાં બોળી પછી તેનો ઉપયોગ કરો.