You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | Punjabi Recipes in Gujarati | > પનીર સ્ટફ્ડ લીલા વટાણા પરાઠા રેસીપી
પનીર સ્ટફ્ડ લીલા વટાણા પરાઠા રેસીપી
Table of Content
ઘઉંના લોટની સાથે લીલા વટાણાના સંયોજન વડે તૈયાર થતી એક ખાસ પ્રકારની કણિક આ વાનગીની મુખ્ય અને મહત્વની જરૂરીયાત છે. તેમાં તાજું પનીર અને રસદાર કિસમિસ ઉમેરવાથી પરોઠા એક પથ્ય વાનગી બની રહે છે.
લીલા મરચાંની તીખાશ અને કિસમિસની હલકી મીઠાશ મજેદાર સમતુલા આપી આ પરોઠા તમને યાદ રહે તેવા બને છે. જો કે જે દીવસે તમે આ પનીર સ્ટફ્ડ્ ગ્રીન પી પરોઠા બનાવશો તે દીવસ જરૂરથી તમારા માટે ખાસ યાદગાર દીવસ બની રહેશે.
બીજા વિવિધ પરોઠા પણ અજમાવો જેમ સ્ટફ્ડ કોલીફ્લાવર પરાઠા અને મસાલા ટોમેટો ઓનીયન પરાઠા .
Tags
Soaking Time
0
Preparation Time
15 Mins
Cooking Time
15 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
30 Mins
Makes
6 પરોઠા માટે
સામગ્રી
લીલા વટાણાની કણિક માટે
1 કપ ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta)
1/2 ટેબલસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1 ટેબલસ્પૂન તેલ ( oil )
મીઠું (salt) , સ્વાદાનુસાર
પનીરના પૂરણ માટે
3/4 કપ ભૂક્કો કરેલું પનીર (crumbled paneer)
1 ટેબલસ્પૂન કિસમિસ (raisins, kismis)
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
મીઠું (salt) , સ્વાદાનુસાર
બીજી જરૂરી વસ્તુઓ
ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta) , વણવા માટે
તેલ ( oil ) , રાંધવા માટે
વિધિ
આગળની રીત
- તૈયાર કરેલી કણિકના ૬ સરખા ભાગ પાડી લો.
- હવે દરેક ભાગને ૭૫ મી. મી. (૩”)વ્યાસના ગોળાકારમાં વણી તેની પર પનીરનું પૂરણ તેની મધ્યમાં મૂકો.
- તે પછી તેની કીનારીઓ વાળીને બંધ કરી ફરીથી ૧૦૦ મી. મી. (૬”)વ્યાસના ગોળાકારમાં થોડા ઘઉંના લોટની મદદથી વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર પરોઠાને મધ્યમ તાપ પર થોડા તેલની મદદથી તેની બન્ને બાજુઓ પર ગોલ્ડન બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી શેકી લો.
- તરત જ પીરસો.
પનીરના પૂરણ માટે
- એક નાના બાઉલમાં થોડા પાણી સાથે કિસમિસને ૧૦ મિનિટ માટે પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.
- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે પલાળેલી કિસમિસ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ પનીરના પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
લીલા વટાણાની કણિક માટે
- લીલા વટાણા અને લીલા મરચાંને ૨ ટેબલસ્પૂન પાણી સાથે મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
- એક ઊંડા બાઉલમાં બાકી રહેલી વસ્તુઓ સાથે લીલા વટાણાનું મિશ્રણ મેળવી જરૂરી પાણી સાથે નરમ કણિક તૈયાર કરો.
- આ કણિકને ઢાંકીને ૧૦ મિનિટ સુધી બાજુ પર રાખો.
પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)
| ઊર્જા | 178 કૅલ |
| પ્રોટીન | 6.9 ગ્રામ |
| કાર્બોહાઇડ્રેટ | 21.9 ગ્રામ |
| ફાઇબર | 4.7 ગ્રામ |
| ચરબી | 7.3 ગ્રામ |
| કોલેસ્ટ્રોલ | 0 મિલિગ્રામ |
| સોડિયમ | 6 મિલિગ્રામ |
પનીર સ્ટફ્ડ લીલા પએઅ પરાઠા, મઅટઅર પનીર પરાઠા માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો