You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > અવીઅલ
અવીઅલ

Tarla Dalal
17 February, 2017


Table of Content
અવીઅલ એ મૂળ કેરળની વાનગી છે, છતાં તામિલનાડુમાં પણ તે એટલી જ પ્રખ્યાત થયેલી છે. લગ્ન અથવા કોઇ ઉત્સવની ઉજવણીમાં આ વાનગી ન હોય એવું ભાગ્યેજ બને. એક ઉત્તમ અવીઅલની વાનગીને દૃષ્ટિવિષયક બનાવવા માટે ખૂબ ધ્યાન આપવું જરૂરી છે, એટલે જ વિભિન્ન રંગની શાકભાજી જેવી કે ગાજર, ફણસી, કોળું વગેરે પસંદ કરી તેના ૧ ઇંચ લાંબા ટુકડા કરી, સતત ઘ્યાન આપી કરકરા રાંધવામાં આવે છે. આટલી મહેનત જો તમે બરોબર ઘ્યાનથી કરશો તો અચૂક અડધી બાજી તો જીતી ગયા જ સમજ્જો.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
25 Mins
Total Time
35 Mins
Makes
6 માત્રા માટે
સામગ્રી
મિક્સ કરી સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે
3/4 કપ ખમણેલું નાળિયેર (grated coconut)
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
4 સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/4 કપ પાણી (water)
બીજી જરૂરી સામગ્રી
1/2 કપ સમારેલી સરગવાની શીંગ , ૨૫ મી.મી. (૧”)ના ટુકડા કરેલી
1/2 કપ ફણસી (French beans) , ૨૫ મી.મી. (૧”)ના ટુકડા કરેલી
1/2 કપ ગાજરના ટુકડા (carrot cubes) , ૨૫ મી.મી. (૧”)ના ટુકડા કરેલા
1/2 કપ સૂરણ , ૨૫ મી.મી. (૧”)ના ટુકડા કરેલા
1/2 કપ લાલ કોળાના ટુકડા
1 કાચો કેળો , ૨૫ મી.મી. (૧”)ના ટુકડા કરેલા
1/2 કપ લીલા વટાણા (green peas)
1/2 કપ રીંગણના ટુકડા (brinjal, baingan, eggplant cubes)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/2 કપ દહીં (curd, dahi) , જેરી લીધેલું (મરજીયાત)
2 ટેબલસ્પૂન નાળિયેરનું તેલ (coconut oil) અથવા બીજું રીફાઇન્ડ
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
7 to 8 કડી પત્તો (curry leaves)
વિધિ
- એક વાસણમાં સરગવાની શીંગ સાથે ૧/૪ કપ પાણી મેળવી વાસણને ઢાંકીને મધ્યમ તાપ પર શીંગ અડધી બફાઇ જાય ત્યાં સુધી રાંધી લો.
- તે પછી તેમાં બાકી રહેલા શાક અને મીઠું મેળવી, જો જરૂરી લાગે તો થોડું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી વાસણને ઢાંકી, મધ્યમ તાપ પર શાક બરોબર બફાઇ જાય ત્યાં સુધી બાફી લો. (લગભગ ૧૨ થી ૧૫ મિનિટ સુધી)
- તે પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ અને ૧/૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૧૨ થી ૧૫ મિનિટ સુધી અથવા મિશ્રણ અર્ધ-સૂકું થાય ત્યાં સુધી રાંધી તાપ પરથી નીચે ઉતારી લો.
- તે પછી તેમાં દહીં, તેલ, જીરૂ અને કડી પત્તા મેળવી ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.