You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > આલુ મેથી ની રેસીપી
આલુ મેથી ની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
આ આલુ મેથીની સબ્જી રોજની વાનગી તરીકે ગણાય છે, કારણકે તે સહેલાઇથી તૈયાર કરી શકાય છે, તે ઉપરાંત તે સ્વાદિષ્ટ પણ છે અને તે એવી અદભૂત છે કે જ્યારે-જ્યારે તમે તે બનાવશો ત્યારે-ત્યારે તેના સ્વાદમાં એક અલગ જ નવો અનુભવ થશે, અને તેનું કારણ છે તેમાં રહેલા બટાટાની નરમાશ અને આનંદદાઇ મેથીની કડવાશ છે.
ખરેખર તો આ આલુ મેથીની સબ્જી એવી ભારતીય વાનગી છે જે દુનિયાભરમાં ખ્યાતી ધરાવે છે, કારણ કે તેમાં આપણી રોજના વપરાશની વસ્તુઓ જેવી કે આદૂ, લસણ, જીરૂ અને લાલ મરચાં છે. આ આલુ મેથીની સબ્જીની લિજ્જત એવી છે કે તમને તમારી રોજની જરૂરીયાતથી પણ વધુ એક-બે રોટલી ખવાઇ જાય તો પણ તેનો ખ્યાલ નહીં રહે.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
9 Mins
Total Time
24 Mins
Makes
3 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
આલુ મેથી ની રેસીપી બનાવવા માટે
1/2 કપ બાફેલા બટાટાના ટુકડા
null None
મીઠું (salt) , સ્વાદાનુસાર
4 ટેબલસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1/4 ટીસ્પૂન હીંગ (asafoetida, hing)
1 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1 ટીસ્પૂન સમારેલું આદુ (chopped ginger)
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
2 સૂકું કશ્મીરી લાલ મરચું (whole dry kashmiri red chillies) , ટુકડા કરેલા
1/2 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
વિધિ
- આલુ મેથી ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં મેથી મૂકી તેની પર થોડું મીઠું છાંટીને હળવા હાથે મિક્સ કરી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
- તે પછી મેથીને દબાવીને તેમાંથી પાણી કાઢી લીધા પછી મેથીને બાજુ પર રાખો અને પાણી ફેંકી દો.
- હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ અને હીંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લસણ, આદૂ, લીલા મરચાં અને લાલ મરચાં મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં હળદર અને બટાટા મેળવી હળવેથી મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં મેથી, ધાણા-જીરા પાવડર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- આલુ મેથી ગરમ ગરમ પીરસો.