You are here: હોમમા> પાપડ મંગોડી નું શાક રેસીપી
પાપડ મંગોડી નું શાક રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
પાપડ મંગોડી નું શાક રેસીપી | વડી પાપડ નું શાક બનાવો | papad mangodi ki subzi in gujarati |
એક મેચ - મગની દાળની મંગોડી અને અડદની દાળના પાપડ! જ્યારે આ તંદુરસ્ત અને સ્વાદિષ્ટ કોમ્બો ટેન્ગી દહીં અને મસાલા પાવડરમાં મળે છે, ત્યારે તમને મસાલાવાળું સ્વાદિષ્ટ શાક મળે છે.
રાઇ અને જીરુંનો સરળ વઘાર પાપડ મંગોડી ના શાકને એક અત્યંત મોહક સુગંધ આપે છે. પાપડ ફક્ત અંત તરફ ઉમેરો કારણ કે તે ઝડપથી નરમ થશે.
Tags
Preparation Time
5 Mins
Cooking Time
17 Mins
Total Time
22 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
પાપડ મંગોડી નું શાક બનાવવા માટે
6 પાપડ , નાના ટુકડામાં તોડેલા
1 કપ ભૂક્કો કરેલી મંગોડી
1 કપ દહીં (curd, dahi)
2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
4 ટીસ્પૂન ધાણા પાવડર (coriander (dhania) powder)
1 ટીસ્પૂન આમચૂર (dried mango powder (amchur)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
2 ટેબલસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1/2 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- એક ઊંડા બાઉલમાં દહીં, લાલ મરચાંનો પાવડર, ધાણા પાવડર, આમચૂર, હળદર અને ૧ કપ પાણી ભેગું કરો અને હ્વિસ્કની મદદથી સારી રીતે મિક્સ કરો. એક બાજુ રાખો.
- પ્રેશર કૂકરમાં ૧ ટેબલસ્પૂન તેલ ગરમ કરો, તેમાં ભૂક્કો કરેલી મંગોડી નાખીને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ માટે સાંતળી લો.
- ૧ કપ પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને ૨ સીટીઓ માટે પ્રેશર કૂક કરો.
- ઢાંકણ ખોલતા પહેલા વરાળને નીકળી જવા દો. એક બાજુ રાખો.
- એક ઊંડા નોન-સ્ટીક કઢાંઈમાં બાકીનું ૧ ટેબલસ્પૂન તેલ ગરમ કરો, તેમાં જીરું, રાઇ અને હીંગ નાંખો અને થોડી સેકંડ માટે મધ્યમ તાપ પર સાંતળી લો.
- ગેસ પર થી ઉતારી લો અને દહીંનું મિશ્રણ, રાંધેલા મેંગોડી અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો.
- ફરી થી ગેસ પર મૂકો અને મધ્યમ તાપ પર ૨ મિનિટ માટે વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- પાપડ ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તરત જ પીરસો.