You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સવારના નાસ્તા > મઠ અને પૌવાનો ચિવડો
મઠ અને પૌવાનો ચિવડો

Tarla Dalal
13 November, 2024


Table of Content
તમને દીવસની શરૂઆત એક અલગ નાસ્તાથી કરવી છે?
તો આ એક અસામાન્ય પોહાની વાનગીનો સ્વાદ માણો, જેમાં ભરપૂર મસાલેદાર મઠ મેળવવામાં આવી છે. જો તમને આ ચેવડો પસંદ આવે, તો તમે તેને આગળથી તૈયાર કરી રાખો અને જ્યારે નાસ્તો ખાવાની ઇચ્છા થાય ત્યારે તેની મજા માણો.
સવારના નાસ્તાના બીજા વ્યંજન પણ અજમાવો જેમ કે ઓટસ્ મટર ઢોસા અને કડુબુ.
મઠ અને પૌવાનો ચિવડો - Matki Poha Chivda recipe in Gujarati
Tags
Preparation Time
10 Mins
Cooking Time
10 Mins
Total Time
20 Mins
Makes
10 માત્રા માટે
સામગ્રી
પૌવા ચિવડા માટે
2 ટીસ્પૂન તેલ ( oil )
1/2 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
1/2 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
એક ચપટીભર હીંગ (asafoetida, hing)
1/2 ટીસ્પૂન પીસેલી સાકર (powdered sugar)
મીઠું (salt) , સ્વાદાનુસાર
મસાલા મઠ માટે
1 કપ ફણગાવેલા મઠ (sprouted matki )
2 ટીસ્પૂન તેલ ( oil )
1/4 કપ સમારેલા કાંદા (chopped onions)
એક ચપટીભર હીંગ (asafoetida, hing)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
મીઠું (salt) સ્વાદાનુસાર
1/4 કપ શેકીને ભૂક્કો કરેલી મગફળી (roasted and crushed peanuts)
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
2 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
વિધિ
પીરસવાની રીત
- તૈયાર કરેલા પૌવા ચિવડાનો એક ભાગ એક બાઉલમાં મૂકીને તેની પર તૈયાર કરેલો મસાલા મઠનો એક ભાગ પાથરી
- તરત જ પીરસો.
પૌવા ચિવડા માટે
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હળદર, હીંગ, પૌવા, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પ૨ ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી સાંતળી લો.
- આ મિશ્રણના ૪ સરખાં ભાગ પાડી બાજુ પર રાખો.
મસાલા મઠ માટે
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં કાંદા ઉમેરી, મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
- તે પછી તેમાં હીંગ, હળદર, ફણગાવેલા મઠ, મીઠું અને ૧/૪ કપ પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી પૅનને ઢાંકણ વડે ઢાંકીને ધીમા તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં મગફળી, કોથમીર અને મરચાં પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ ૧ મિનિટ સુધી રાંધી લો.
- છેલ્લે તેમાં લીંબુનો રસ મેળવી, તાપને બંધ કરી મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.