રવા ઢોસા - Rava Dosa, How To Make Rava Dosa
તરલા દલાલ દ્વારા
Added to 254 cookbooks
This recipe has been viewed 30080 times
ઢોસાને મળતી આવતી આ રવા ઢોસાની વાનગી બનાવવામાં અતિ સરળ છે. આ કરકરા ઢોસા રવા અને છાસના મિશ્રણથી તૈયાર થાય છે. તેના ખીરાને આથો આવવા વધુ સમયની જરૂર નથી પડતી, તેથી ઓચિંતા આવી પહોચેલા મહેમાનો માટે થોડા સમયમાં પીરસી શકાય એવી આ આદર્શ ડીશ ગણી શકાય.
Method- એક બાઉલમાં રવો, મેંદો, દહીં અને ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી સુંવાળું ખીરૂ તૈયાર કરો.
- આ ખીરાને ઢાંકીને ગરમ જગ્યા પર ૧૫ થી ૨૦ મિનિટ સુધી આથો આવવા માટે રાખી મૂકો.
- તે પછી તેમાં લીલા મરચાં, જીરૂ, નાળિયેર, કાજૂ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- જો જરૂરી જણાય તો તેમાં થોડું પાણી મેળવી ખીરૂ પાતળું કરી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડું પાણી છાંટો અને પાણી પડવાથી થતો છણકો થાય તેની ખાત્રી કરી લો.
- તવા પર હલકા હાથે તેલ ચોપડીને કાંદા અથવા બટાટાની સ્લાઇસ વડે ઘસીને લૂછી લો.
- તે પછી તેની પર ૧/૨ કપ ખીરૂ પાથરી તવાને દરેક બાજુએ નમાવી વાંકુ વાળી ખીરૂ સરખી રીતે પાતળું ગોળાકાર થાય ત્યાં સુધી ફેરવી લો.
- હવે તેની ઉપર અને તેની કીનારીઓ પર થોડું તેલ રેડી ઢોસો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લીધા પછી વાળીને અર્ધ-ગોળાકાર કરી લો.
- આ જ પ્રમાણે બાકી રહેલા ખીરા વડે બીજા ૫ ઢોસા તૈયાર કરી તળેલી નાળિયેરની ચટણી અને સાંભર સાથે તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
9 reviews received for રવા ઢોસા
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe