You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મહારાષ્ટ્રીયન રેસીપી > પાવભાજી રેસીપી | ઘરે પાવ ભાજી બનાવવાની રીત | મુંબઈની લારીઓ પર મળે તેવી પાવભાજી
પાવભાજી રેસીપી | ઘરે પાવ ભાજી બનાવવાની રીત | મુંબઈની લારીઓ પર મળે તેવી પાવભાજી

Tarla Dalal
01 August, 2022


Table of Content
પાવભાજી રેસીપી | ઘરે પાવ ભાજી બનાવવાની રીત | મુંબઈની લારીઓ પર મળે તેવી પાવભાજી | pav bhaji in gujarati | with 25 amazing images.
લારીની પાવ ભાજીની પસંદગી કરવા કરતા, તમે ઘરે બનાવેલી પાવ ભાજી સ્વાસ્થ્યપૂર્ણ સિવાય બીજું કંઈ નથી. હું મુંબઈના રસ્તાના પાવ ભાજીને પ્રેમ કરું છું, ત્યારે પણ મને લાગે છે કે તમારે પાવ ભાજી તમારા ઘરે જ બનાવવી જોઈએ.
અમે રાત્રિના ભોજન માં પાવ ભાજી બનાવીએ છીએ. પરંપરાગત રીતે પાવ ભાજીને સ્વાદિષ્ટ લાદી પાવ સાથે પીરસવામાં આવે છે જે મેદાના બનેલા હોય છે. અમે સૂચવીએ છીએ કે તમે તમારી હોમમેડ પાવ ભાજી સાથે હોમમેડ મલ્ટિગ્રેન બ્રેડનો ઉપયોગ કરો.
Tags
Soaking Time
0
Preparation Time
15 Mins
Cooking Time
30 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
45 Mins
Makes
5 માત્રા માટે
સામગ્રી
પાવ માટે
5 ટેબલસ્પૂન માખણ (butter, makhan)
ભાજી માટે
1 કપ સમારેલું ફૂલકોબી (chopped cauliflower)
1/2 કપ લીલા વટાણા (green peas)
1/2 કપ સમારેલા ગાજર (chopped carrot)
2 ટેબલસ્પૂન માખણ (butter, makhan)
1 કપ સમારેલા કાંદા (chopped onions)
1/2 કપ સમારેલા લીલા મરચાં (chopped green chillies)
2 ટેબલસ્પૂન લાલ મરચાં-લસણની પેસ્ટ
1 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1 1/2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1 1/2 ટેબલસ્પૂન પાવ ભાજી મસાલો (pav bhaji masala)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1 1/2 કપ બાફીને મસળી લીધેલા બટેટા (boiled and mashed potatoes)
મીઠું (salt) , સ્વાદાનુસાર
2 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
પાવ ભાજીની સાથે પીરસવા માટે
વિધિ
પાવ બનાવવા માટે
- ૨ પાવાને વચ્ચેથી ચીરી લો અને બાજુ પર રાખો.
- એક નોન-સ્ટીક તવાને ગરમ કરો, તેમાં ૧ ટેબલસ્પૂન માખણ નાખો અને ચીરી લીધેલા પાવને ખોલીને તેના પર મૂકો.
- બંને બાજુએથી હળવા બ્રાઉન અને કડક ન થાય ત્યાં સુધી મધ્યમ તાપ પર રાંધી લો.
- રીત ક્રમાંક ૧ થી ૩ પ્રમાણે વધુ પાવને રાંધી લો. એક બાજુ રાખો.
પાવ ભાજી પીરસવા માટે કેવી રીતે આગળ વધવું
- ગરમ ભાજીને પાવ, કાંદા અને લીંબુની વેજ સાથે પીરસો.
ભાજી બનાવવા માટે
- પ્રેશર કૂકરમાં ફૂલકોબી, લીલા વટાણા, ગાજર અને ૧ કપ પાણી ભેગું કરો અને ૨ સીટીઓ માટે પ્રેશર કૂક કરો.
- ઢાંકણ ખોલતા પહેલા વરાળને નીકળી જવા દો. એક બાજુ રાખો.
- એક ઊંડા નોન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરો, કાંદા નાંખો અને મધ્યમ તાપ પર ૨ મિનિટ માટે સાંતળી લો.
- સિમલા મરચાં અને લાલ મરચાં-લસણની પેસ્ટ નાખી મધ્યમ તાપ પર ૨ મિનિટ માટે સાંતળી લો.
- ટામેટાં, લાલ મરચાંનો પાવડર, હળદર અને ૧ કપ પાણી નાંખી, બરાબર મિક્સ કરો મધ્યમ તાપ પર ૩ મિનિટ માટે વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- બટેટા, ફૂલકોબીનું મિશ્રણ પાણી સાથે અને મીઠું ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૪ મિનિટ વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો અને તેને મશ કરો.
- તેમાં લીંબુનો રસ અને કોથમીર નાખીને બરાબર મિક્સ કરી લો. એક બાજુ રાખો.