You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > જૈન વ્યંજન, જૈન પરંપરાગત વાનગીઓ > પનીર ટિક્કી
પનીર ટિક્કી

Tarla Dalal
02 January, 2025


Table of Content
તાજું પનીર, કાપેલી કોથમીર અને લીલા મરચાંના મિશ્રણને જ્યારે લોટમાં રગદોળી, ઓછા તેલમાં બરોબર તળવામાં આવે છે ત્યારે આ મશહૂર નાસ્તો, પનીર ટિક્કી બને છે. આ આકર્ષક વાનગીમાં વપરાતો સ્વાદિષ્ટ સૂકો મેવો, સુવાળાં પનીરની સાથે મળી એક અનેરો સ્વાદ આપે છે.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
15 Mins
Total Time
25 Mins
Makes
10 ટિક્કી
સામગ્રી
સૂકા મેવાને મિક્સ કરી પૂરણ બનાવવા માટે
1/4 કપ સમારેલી કિસમિસ
ટિક્કી માટે
1 1/2 કપ ભૂક્કો કરેલું પનીર (crumbled paneer)
1/4 કપ સમારેલી કોથમીર (chopped coriander)
1 ટેબલસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
મીઠું (salt) , સ્વાદાનુસાર
કોર્નફલોર (cornflour) , વણવા માટે
તેલ ( oil ) , રાંધવા માટે
પીરસવા માટે
વિધિ
- એક પ્લેટમાં પનીર મૂકી તેને કણિક જેવું સુંવાળું થાય ત્યાં સુધી બરોબર મસળી લો.
- તેમાં કોથમીર, લીલા મરચાં, મીઠું અને પીસેલી સાકર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૧૦ સરખા ભાગ પાડી, દરેક ભાગને, હાથની મદદથી, ગોળ આકાર આપી દો.
- એક ગોળાકાર ભાગને વચ્ચેથી થોડું દબાવી, તેમાં સૂકા મેવાનું પૂરણ ભરી, ફરીથી તેને હાથની મદદથી ગોળાકાર બનાવો. હવે બન્ને હાથથી તેને ધીરેથી દબાવી તેને સપાટ બનાવી દો. હવે આ ટિક્કીને મકાઇના લોટમા રગદોળી લો.
- રીત ક્રમાંક ૪ પ્રમાણે બાકીની ૯ ટિક્કી બનાવી લો.
- એક નૉન-સ્ટીક તવા પર તેલ ગરમ કરી, એક સમયે થોડી-થોડી ટિક્કી લઈ, બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- ટમૅટો કેચપઅથવા લીલી ચટણી સાથે ગરમા ગરમ પીરસો.