You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > મગની દાળ અને પાલકની ઇડલી
મગની દાળ અને પાલકની ઇડલી

Tarla Dalal
02 January, 2025


Table of Content
દક્ષિણ ભારતીય વાનગી એટલે ઇડલી હવે દરેક રાજ્યમાં મળી રહે છે. અહીં એક અલગ પ્રકારની ઇડલી જેમાં મગની દાળ અને પાલક મેળવી ડાયાબીટીસ્ ધરાવનારને માફક થઇ શકે એવી ઇડલી રજૂ કરી છે.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
12 Mins
Total Time
22 Mins
Makes
12 ઇડલી
સામગ્રી
Main Ingredients
1/2 કપ પીળી મગની દાળ (yellow moong dal) , ૩ કલાક સુધી પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલી
3/4 કપ હલકી ઉકાળીને સમારેલી પાલક , સમારેલી
3 સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1 ટેબલસ્પૂન લો ફૅટ દહીં (low fat curds)
મીઠું (salt) , સ્વાદાનુસાર
null None
1/4 ટીસ્પૂન તેલ ( oil ) , ચોપડવા માટે
પીરસવા માટે
null None
વિધિ
- પીળી મગની દાળ, પાલક અને લીલા મરચાં મિક્સરની જારમાં મેળવી પાણીનો ઉપયોગ કર્યા વગર સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
- આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લીધા પછી તેમાં દહીં અને મીઠું મેળવી સારી રીતે મીક્સ કરી લો.
- ઇડલી બાફવાની તૈયારી પહેલા ખીરામાં ખાવાની સોડા તથા ૨ ટીસ્પૂન પાણી મેળવી લો.
- જ્યારે ખીરા પર પરપોટા દેખાવા માંડે ત્યારે તેને હળવા હાથે મિક્સ કરી લો.
- હવે ઇડલીના દરેક મોલ્ડમાં તેલ ચોપડી તેમાં ખીરૂ રેડી સ્ટીમરમાં (steamer) ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા ઇડલી બરોબર બફાઇ જાય ત્યાં સુધી બાફી લો.
- જ્યારે ઇડલી સહેજ ઠંડી પડે ત્યારે તેને મોલ્ડમાંથી કાઢી સાંભર અને ચટણી સાથે તરત જ પીરસો.