You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > સરગવાની શિંગનું અથાણું, દક્ષિણ ભારતીય અથાણું
સરગવાની શિંગનું અથાણું, દક્ષિણ ભારતીય અથાણું

Tarla Dalal
13 April, 2023


Table of Content
એક સાવ જુદા જ પ્રકારનું અને અસામાન્ય ગણી શકાય એવું આ અથાણું દક્ષિણ ભારતીય રસોડાની અલગ જ પ્રકૃતિરૂપ છે. સરગવાની શિંગનું અથાણું તીખાશ તો ધરાવે છે છતા મને ખાત્રી છે કે તે સ્વાદના રસિયાઓને તો સો ટકા ગમી જશે. સાંતળેલી સરગવાની શિંગને આમલીના પલ્પ, હીંગ અને તાજા તૈયાર કરેલા મસાલા પાવડરમાં મેરિનેટ કરવાથી, આ અથાણાંને મેથી અને રાઇની તીવ્ર ખુશ્બુ મળી રહે છે. જ્યારે તમે શિંગને એક કે બે દીવસ મેરિનેટ કરવા માટે રાખશો ત્યારે તમને જણાશે કે શિંગમાં મસાલાની કુદરતી તીવ્રતા તેમાં ભળી જાય છે જેથી તે શિંગને મધુર અને સ્વાદિષ્ટ બનાવી એક અલગ જ અથાણું તૈયાર કરે છે.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
8 Mins
Total Time
23 Mins
Makes
2 કપ માટે
સામગ્રી
Main Ingredients
2 કપ સરગવાની શીંગ (drumsticks (saijan ki phalli / saragavo) , ૫૦ મી.મી. (૨”) લાંબા ટુકડા કરેલા
3/4 કપ લીંબુ (lemon)
1/2 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
1 ટીસ્પૂન ચણાની દાળ (chana dal)
3 સૂકું કશ્મીરી લાલ મરચું (whole dry kashmiri red chillies) , ટુકડા કરેલા
1/2 ટીસ્પૂન હીંગ (asafoetida, hing)
1 1/2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1/4 કપ આમલીનો પલ્પ (tamarind pulp)
1 1/2 ટીસ્પૂન મીઠું (salt)
પીસીને સુંવાળું પાવડર તૈયાર કરવા માટે
2 ટીસ્પૂન મેથીના દાણા (fenugreek, methi seeds)
1 ટેબલસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
વિધિ
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં સરગવાની શિંગ નાંખી મધ્યમ તાપ પર ૪ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેને નીતારીને બાજુ પર રાખો.
- એ જ તેલમાં રાઇ, ચણાની દાળ, કાશ્મીરી લાલ મરચાં, કડી પત્તા અને હીંગ ઉમેરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લાલ મરચાં પાવડર, હળદર, આમલીનો પલ્પ, તૈયાર કરેલો પાવડર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં તળેલી શિંગ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તેને સંપૂર્ણ ઠંડું પાડી હવાબંધ બરણીમાં ભરી અને સૂકી જગ્યા પર ૨ દીવસ સુધી રહેવા દો.
- જ્યારે જરૂર પડે ત્યારે પીરસો.