You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > ચાટ રેસીપી કલેક્શન > ઘરે બનાવેલી તાજા મસાલાવાળી દાબેલી
ઘરે બનાવેલી તાજા મસાલાવાળી દાબેલી

Tarla Dalal
23 February, 2025


Table of Content
ઘરે તૈયાર કરેલા મસાલાની એક અલગ જ સુવાસ અને મહેક્તા હોય છે જે બજારમાંથી લાવેલા તૈયાર મસાલામાં નથી મળતી, કારણ કે ઘરના મસાલા તાજા અને શુધ્ધતાની દ્રષ્ટિએ તેની સરખામણી કોઇની પણ સાથે ન કરી શકાય. ઘરે તૈયાર કરેલો દાબેલીનો મસાલો પણ એક એવી મહેક અને સુગંધ ઉપરાંત મસ્ત સ્વાદ આપે છે જેથી તે દ્વારા તૈયાર કરેલી દાબેલી પણ ખાસ સ્પેશિયલ હોય એવી તૈયાર થાય છે. દાબેલી આમ પણ એક એવી શાનદાર કચ્છની વાનગી છે જે આજકાલ મુંબઇમાં દરેક ગલીના નાકે રેંકડી પર મળી રહે છે. લાદી પાવમાં સેન્ડવીચની જેમ ભરેલો દાબેલીનો પૂરણ જેમાં ઘરે બનાવેલા મસાલા સાથે છૂંદેલા બટાટા, દાડમ અને મસાલાવાળી શીંગ વગેરેની ઉત્તેજક સુવાસ દાબેલીને મજેદાર બનાવે છે. ખાસ યાદ રાખશો કે દાબેલી જ્યારે તમે બનાવો ત્યારે તાજો તૈયાર કરેલા મસાલાનો ઉપયોગ કરશો, તો તૈયાર કરેલું પૂરણ એક અલગ જ મહેક અને છલોછલ સુવાસ આપશે.
ઘરે બનાવેલી તાજા મસાલાવાળી દાબેલી - Dabeli with Homemade Dabeli Masala recipe in Gujarati
Tags
Preparation Time
15 Mins
Cooking Time
25 Mins
Total Time
40 Mins
Makes
10 દાબેલી
સામગ્રી
Main Ingredients
2 1/2 ટેબલસ્પૂન લીંબુ (lemon)
10 લાદી પાવ (ladi pav) , વચ્ચેથી કાપેલા
2 ટેબલસ્પૂન તેલ ( oil )
2 કપ બાફીને મસળી લીધેલા બટેટા (boiled and mashed potatoes)
2 ટેબલસ્પૂન લીંબુ (lemon)
1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
મીઠું (salt) , સ્વાદાનુસાર
5 ટીસ્પૂન લીંબુ (lemon)
5 ટીસ્પૂન લીંબુ (lemon)
20 ટીસ્પૂન સમારેલા કાંદા (chopped onions)
10 ટીસ્પૂન મસાલા મગફળી
10 ટીસ્પૂન દાડમ
20 ટીસ્પૂન માખણ (butter, makhan)
3/4 કપ નાયલોન સેવ
વિધિ
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલની સાથે તૈયાર કરેલો દાબેલીનો મસાલા પાવડર નાંખી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં બટાટા, મીઠી ચટણી, કોથમીર અને મીઠું મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી તેને બાજુ પર રાખો.
- હવે પાંવ લઇ તેના નીચેના અડધા ભાગ પર ૧/૨ ટીસ્પૂન લીલી ચટણી અને ઉપરના ભાગ પર ૧/૨ ટીસ્પૂન લસણની ચટણી સરખા પ્રમાણમાં પાથરી લો.
- તે પછી તૈયાર કરેલા પૂરણનો ૧/૪ કપ જેટલું ભાગ પાંવના નીચેના ભાગમાં જ્યાં લીલી ચટણી ચોપડી હોય તેની ઉપર મૂકી સરખી રીતે પાથરી લો.
- તે પછી પૂરણની ઉપર ૨ ટીસ્પૂન કાંદા, ૧ ટીસ્પૂન મસાલા શીંગ અને ૧ ટીસ્પૂન દાડમના દાણા સરખી રીતે પાથરી લો.
- તે પછી પાંવને બંધ કરી હલકા હાથે દબાવી દો.
- હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૨ ટીસ્પૂન માખણ મૂકી તૈયાર કરેલી દાબેલીને બન્ને બાજુએથી ક્રીસ્પી થાય ત્યાં સુધી શેકી લો.
- તે પછી તૈયાર થયેલી દાબેલીને નાયલોન સેવમાં તેની ત્રણેય બાજુ પર સેવ ચીટકી જાય તે પ્રમાણે રોલ કરી લો.
- રીત ક્રમાંક ૩ થી ૮ મુજબ બીજી ૯ દાબેલી તૈયાર કરો.
- ગરમ ગરમ પીરસો.