You are here: હોમમા> ગાજર અને મગની દાળનું સૂપ રેસીપી
ગાજર અને મગની દાળનું સૂપ રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
ગાજર અને મગની દાળનું સૂપ રેસીપી | વેજીટેબલ સાથે મગની દાળનું સૂપ | હેલ્ધી ગાજર સૂપ | carrot and moong dal soup recipe in gujarati | with 34 amazing images.
આ રસપ્રદ વાનગી તમારા તાળવા માટે એક સરસ ફેરફાર છે. કાંંદા, લસણ અને ટામેટાં સાથે ગાજર સરળતાથી કામ કરે છે. સૂપમાં દૂધ ઉમેરવાથી તેમાં એક સ્વાદિષ્ટ રચના જોડાય છે. લો ફૅટ દૂધમાં રહેલું પ્રોટીન દાળમાં રહેલા પ્રોટીનને પૂરક બનાવે છે, આમ આ ગાજર અને મગની દાળનું સૂપને પૌષ્ટિક સંયોજન બનાવે છે. આ સૂૂપને સ્ટ્રેન નથી કર્યુ અને તેથી તેમાં રહેલો સંપૂર્ણ ફાઈબર જળવાઈ રહે છે.
આ હેલ્ધી ગાજર અને મગની દાળનું સૂપ નો આનંદ ડાયાબિટીસના દર્દીઓ અને હૃદયના દર્દીઓ પણ માણી શકે છે. પૌષ્ટિક, છતાં હળવું ભોજન બનાવવા માટે તેને ગ્રીક સલાડ જેવા પૌષ્ટિક બાઉલ સાથે પીરસી શકાય છે.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
23 Mins
Total Time
33 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
ગાજર અને મગની દાળનું સૂપ માટે
1 કપ સમારેલા ગાજર (chopped carrot)
1/2 કપ લીલી મગની દાળ (green moong dal) , ધોઈને નીતારેલી
1 ટીસ્પૂન તેલ ( oil )
4 થી 5 કાળી મરી (black peppercorns (kalimirch)
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
2 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1/4 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
3/4 કપ દૂધ (milk) / લો ફૅટ
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/4 ટેબલસ્પૂન તાજો પીસેલો કાળા મરીનો પાવડર (freshly ground black pepper)
1 ટીસ્પૂન સમારેલા લીલા કાંદાના પાન (chopped spring onion greens)
વિધિ
- ગાજર અને મગની દાળનું સૂપ બનાવવા માટે, એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં મરીના દાણા, કાંદા અને લસણ ઉમેરો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- ગાજર અને ટામેટાં ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
- લીલી મગની દાળ અને ૪ કપ પાણી ઉમેરો અને 15 મિનિટ અથવા ગાજર નરમ થાય ત્યાં સુધી પકાવો.
- થોડું ઠંડુ થવા માટે બાજુ પર રાખો અને મિક્સરમાં પીસીને સ્મૂધ પ્યુરી બનાવો.
- પ્યુરીને પછી એક ઊંડા નોન-સ્ટીક પેનમાં નાખો, તેમાં દૂધ, ૧ કપ પાણી, મીઠું અને મરી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને ઉકાળો.
- ગાજર અને મગની દાળના સૂપને તરત જ લીલા કાંદાથી સજાવીને પીરસો.