You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > મકાઇ, ટમેટા અને પાલકનું સૂપ
મકાઇ, ટમેટા અને પાલકનું સૂપ

Tarla Dalal
02 January, 2025


Table of Content
કુમળું કોર્ન, તાજી પાલક અને સારા પાકેલા ટમેટાનું સંયોજન એટલે આ રંગીન અને ખુશ્બુદાર સૂપ. કાંદા તેના સ્વાદમાં પૂરક સાબીત થાય છે જેથી તેમાં મેળવેલી બીજી સામગ્રીનો સ્વાદ ઉભરી આવે છે, જ્યારે લીંબુનો રસ અને મરી તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
20 Mins
Total Time
30 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
1 કપ ખમણેલી મીઠી મકાઇના કણસલા (grated sweet corn cob)
1/2 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1/4 કપ પાતળી લાંબી સમારેલી પાલક (shredded spinach )
1 ટેબલસ્પૂન પીળી મગની દાળ (yellow moong dal)
1 ટેબલસ્પૂન માખણ (butter, makhan)
2 ટેબલસ્પૂન સમારેલા કાંદા (chopped onions)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટેબલસ્પૂન કોર્નફલોર (cornflour) , ૨ ટેબલસ્પૂન પાણીમાં ઓગાળેલું
1/2 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
તાજો પીસેલો કાળા મરીનો પાવડર (freshly ground black pepper) , સ્વાદાનુસાર
વિધિ
- એક પ્રેશર કુકરમાં મકાઇના દાણા, પીળી મગની દાળ અને ૨ ૧/૨ કપ પાણી મેળવી કુકરની ૨ સીટી સુધી રાંધી લો.
- કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. તે પછી તેને બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલું કોર્ન-મગની દાળનું મિશ્રણ, ૧/૨ કપ પાણી, ટમેટા, પાલક અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- પછી તેમાં કોર્નફલોરનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં લીંબુનો રસ અને મરીનું પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- ગરમ ગરમ પીરસો.