You are here: હોમમા> વિવિધ વ્યંજન > મેક્સીકન સૂપ > સ્વીટ કોર્ન અને કેપ્સીકમનું સૂપ
સ્વીટ કોર્ન અને કેપ્સીકમનું સૂપ

Tarla Dalal
02 January, 2025

Table of Content
આ મેક્સિકન સૂપમાં શેકેલા સિમલા મરચાંની ધુમાડાવાળી ખુશ્બુ તમને જરૂરથી લલચાવશે. તેમાં રહેલી સાંતળેલા કાંદા અને શેકેલા સિમલા મરચાંની તીવ્ર ખુશ્બુથી વિરૂધ્ધ પીળી મકાઇ સાથે તેનું અનોખું સંયોજન બનાવે છે. યાદ રાખશો કે કાંદાને માખણમાં જ સાંતળવા, જેથી આ સ્વીટ કોર્ન અને કેપ્સીકમનું સૂપ વધુ સ્વાદિષ્ટ બને. એક બાઉલ જેટલું આ મજેદાર સૂપ તમારો દીવસ આનંદદાયક બનાવશે. આ સ્વીટ કોર્ન અને કેપ્સીકમનું સૂપ બરિતોસ્ અને મેક્સિકન રાઇસ સાથે મજેદાર જમણ પૂરવાર થાય એવું છે.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
20 Mins
Total Time
30 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
1 1/2 કપ બાફેલા મીઠી મકાઇના દાણા ( boiled sweet corn kernels (makai ke dane)
તેલ ( oil ) , ચોપડવા માટે
1/2 કપ દૂધ (milk)
1 ટેબલસ્પૂન માખણ (butter, makhan)
1/4 કપ સમારેલા કાંદા (chopped onions)
1 ટીસ્પૂન કોર્નફલોર , ૧/૪ કપ પાણીમાં ઓગાળેલું
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- સિમલા મરચાં પર થોડું તેલ ચોપડી તેને ફોર્ક (fork) વડે પકડીને સીધા તાપ પર મૂકીને તેની બહારની બધી બાજુએથી કાળું પડી જાય ત્યાં સુધી શેકી લો.
- તે પછી તેને તાપ પરથી હટાવીને ઠંડા પાણીમાં ડુબાડીને ડાળખી અને બી કાઢી લીધા પછી તેને બારીક સમારીને બાજુ પર રાખો.
- હવે બાફેલા મકાઇના દાણા, દૂધ અને ૩/૪ કપ પાણી મેળવી મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
- એક કઢાઇમાં માખણ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં શેકીને ટુકડા કરેલા સિમલા મરચાં મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- હવે તેમાં તૈયાર કરેલું મકાઇના દાણાનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં ૧/૨ કપ પાણી અને તૈયાર કરેલું કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં મરી પાવડર મેળવીને સારી રીતે મિક્સ કરી લો.
- ગરમ ગરમ પીરસો.