You are here: હોમમા> વિવિધ વ્યંજન > ચાયનીઝ વેજ વ્યંજન | ઈન્ડો ચાઈનીઝ રેસીપી | > ચાયનીઝ સૂપ > સ્વીટ કોર્ન એન્ડ વેજીટેબલ સૂપ રેસીપી | મકાઈ વેજીટેબલ સૂપ | ઇન્ડો-ચાઇનીઝ સ્વીટ કોર્ન વેજ સૂપ |
સ્વીટ કોર્ન એન્ડ વેજીટેબલ સૂપ રેસીપી | મકાઈ વેજીટેબલ સૂપ | ઇન્ડો-ચાઇનીઝ સ્વીટ કોર્ન વેજ સૂપ |

Tarla Dalal
21 January, 2022


Table of Content
સ્વીટ કોર્ન એન્ડ વેજીટેબલ સૂપ રેસીપી | મકાઈ વેજીટેબલ સૂપ | ઇન્ડો-ચાઇનીઝ સ્વીટ કોર્ન વેજ સૂપ | sweet corn vegetable soup in gujarati | with amazing 15 images.
મીઠી મકાઇને છૂંદી તેમાં મેળવેલા રસાળ શાકભાજી આ સ્વીટ કોર્ન એન્ડ વેજીટેબલ સૂપને ભપકાદાર બનાવે છે. એકવાર મકાઇ અને શાકભાજી તૈયાર થઇ જાય, તે પછી આ સૂપ ઝટપટ તૈયાર થઇ જશે.
શાકભાજી તથા માખણમાં સાંતળેલા આદૂ અને લસણ આ સૂપની ખાસ વસ્તુઓ રહી છે જે આ સૂપના સ્વાદમાં મહત્વનો ભાગ ભજવે છે. સૂપનો સ્વાદ જ્યારે તમે માણશો ત્યારે દરેક ચમચામાં તમને તેની ખાસિયત જણાઇ આવશે.
બીજી વિવિધ સૂપની વાનગી પણ અજમાવો, તે છે ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ અને પનીર અને પાલકનું સૂપ
સ્વીટ કોર્ન એન્ડ વેજીટેબલ સૂપ રેસીપી | મકાઈ વેજીટેબલ સૂપ | ઇન્ડો-ચાઇનીઝ સ્વીટ કોર્ન વેજ સૂપ | - Sweet Corn and Vegetable Soup recipe in Gujarati
Tags
Preparation Time
15 Mins
Cooking Time
7 Mins
Total Time
22 Mins
Makes
6 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
1 1/4 ટીસ્પૂન બાફેલા મીઠી મકાઇના દાણા ( boiled sweet corn kernels (makai ke dane)
1/4 કપ ઉકાળીને છૂંદેલા મીઠી મકાઇના દાણા (boiled and crushed sweet corn kernels)
1 કપ સમારીને બાફેલી મિક્સ શાકભાજી (chopped and boiled mixed vegetables) (ગાજર , ફૂલકોબી અને ફણસી)
4 ટેબલસ્પૂન કોર્નફલોર (cornflour)
1 ટેબલસ્પૂન માખણ (butter, makhan)
1 1/2 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1 1/2 ટીસ્પૂન સમારેલું આદુ (chopped ginger)
મીઠું (salt) અને
પીરસવા માટે
વિધિ
- એક નાના બાઉલમાં કોર્નફ્લોર સાથે ૧/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરો અને ખાત્રી કરી લો કે કોર્નફ્લોર સંપૂર્ણ ઓગળી ગયું હોય, તે પછી તેને બાજુ પર રાખો.
- હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં આદૂ અને લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં મીઠી મકાઇ, છૂંદેલી મીઠી મકાઇ અને મિક્સ શાકભાજી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં ૪ કપ પાણી, કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ, મીઠું અને મરીનું પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી ૪ થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ચીલી ઇન વિનેગર સાથે ગરમ-ગરમ પીરસો.