ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ - Chinese Vegetable Clear Soup


દ્વારા

Chinese Vegetable Clear Soup - Read in English 

Added to 182 cookbooks   This recipe has been viewed 2918 times

બધાને વેજીટેબલ ક્લિઅર સૂપ તો ગમે જ છે, પણ અમે અહીં તેનું ચાઇનીઝ રૂપાંતર બનાવીને રજૂ કર્યું છે જે સૌમ્ય કોન્ટીનેટલ સૂપની પદ્ધતિથી એકદમ અલગ જ છે. વિવિધ શાક જેવા કે બ્રોકોલી, બીન સ્પ્રાઉટસ્ થી માંડીને આદૂ અને લસણ વગેરે ઉમેરીને આ ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ બનાવ્યું છે, જે ચાઇનીઝ રાંધણકળાનો અસલ રૂપ છે. કદાચ આ સૂપની ખાસિયત ગણી શકાય, તો તે છે તેના સજાવટવાળા ક્રીસ્પી રાઇસ જે તમારા મનને આકર્ષક કરીને ખાવાની ઇચ્છા પ્રબળ બનાવશે. પણ આ સૂપનો ખરો આનંદ માણવા માટે યાદ રાખો કે તેમાં ક્રીસ્પી રાઇસ પીરસતા પહેલા જ ઉમેરવા, નહીં તો તે સૂપમાં તરબોળ થઇ નરમ થઇ જશે.

Add your private note

ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ - Chinese Vegetable Clear Soup recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૪ માત્રા માટે

સામગ્રી
૧/૨ કપ આડા કાપીને અર્ધઉકાળેલા ગાજર
૩/૪ કપ બ્રોકોલીને ફૂલ
૪ ૧/૨ કપ ક્લિઅર વેજીટેબલ સ્ટૉક
૧ ૧/૨ ટીસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન ઝીણું સમારેલું આદૂ
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ કપ બીન સ્પ્રાઉટસ્
તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસાર

ટૉપીંગ માટે
૧/૨ કપ ક્રીસ્પી રાઇસ
વિધિ
    Method
  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમા આદૂ, લસણ અને લીલા મરચાં મેળવી ઉંચા તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
  2. પછી તેમાં ગાજર અને બ્રોકોલી મેળવી ઉંચા તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં ક્લિઅર વેજીટેબલ સ્ટૉક અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૫ મિનિટ સુધી રાંધી લો.
  4. છેલ્લે તેમાં બીન સ્પ્રાઉટસ્ અને કાળા મરીનું પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ મિનિટ સુધી રાંધી લો.
  5. તેની ઉપર ક્રીસ્પી રાઇસ પાથરીને તરત જ પીરસો.
Accompaniments

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews