You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > જૈન વ્યંજન, જૈન પરંપરાગત વાનગીઓ > ક્રીમ ઓફ ટોમૅટો સૂપ ની રેસીપી
ક્રીમ ઓફ ટોમૅટો સૂપ ની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
ક્રીમ ઓફ ટોમેટો સૂપ | ક્રીમી ટોમેટો સૂપ | ટામેટા સૂપ બનાવવાની રીત | cream Of tomato soup in hindi | with 20 amazing images.
ટમેટાનો સુગંધી સ્વાદ અને તેમાં મેળવેલા મસાલા વડે આછી તીખાશવાળું આ ક્રીમ ઓફ ટોમૅટો સૂપ ભારતીય જમણમાં પીરસી શકાય એવું મજેદાર તૈયાર થાય છે.
ટમેટાની પ્યુરી સાથે બાફેલા ટમેટા અને મસાલા મેળવી બનતાં આ સૂપમાં તાજું ક્રીમ તેને વધુ મજેદાર બનાવે છે. તળેલા બ્રેડ ક્રૂટોન્સ્ સાથે આ સૂપ પીરસવાથી તમારી ભૂખ વધુ ઉગડી જશે તેની અમને ખાત્રી છે.
બીજી વિવિધ ટમેટાના સૂપ ની રેસીપી પણ અજમાવો જેમ કે ટમેટા ઍન્ડ બેક્ડ બીન્સ્ સૂપ અને ટમેટાનો શોરબા.
Tags
Preparation Time
20 Mins
Cooking Time
14 Mins
Total Time
34 Mins
Makes
2 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
4 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1 તમાલપત્ર (bay leaf (tejpatta)
3 કાળી મરી (black peppercorns (kalimirch)
1 1/2 ટેબલસ્પૂન માખણ (butter, makhan)
1 ટેબલસ્પૂન મેંદો (plain flour , maida)
1/4 કપ લીંબુ (lemon)
2 ટીસ્પૂન સાકર (sugar)
મીઠું (salt) અને
1 1/2 ટેબલસ્પૂન તાજું ક્રીમ (fresh cream)
સજાવવા માટે
2 ટીસ્પૂન તાજું ક્રીમ (fresh cream)
પીરસવા માટે
1/4 કપ લીંબુ (lemon)
વિધિ
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ટમેટા સાથે ૧ કપ પાણી ઉમેરી તેમાં તમાલપત્ર અને મરી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાંથી તમાલપત્ર કાઢી લો અને મિશ્રણને સંપૂર્ણ ઠંડું થવા દો.
- આ મિશ્રણને મિક્સરમાં ફેરવી સુંવાળું બનાવીને ગરણી વડે ગાળી લો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં મેંદો મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટાનું મિશ્રણ, ૧ કપ પાણી અને ટમેટાની પ્યુરી ઉમેરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
- છેલ્લે તેમાં સાકર, મીઠું, મરી અને તાજું ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તાજા ક્રીમ વડે સજાવીને બ્રેડ ક્રૂટોન્સ્ સાથે પીરસો.