You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય સૂપ રેસીપી, વેજ સૂપ > ક્રીમી સૂપ > મુલ્લીગટવાની સૂપ
મુલ્લીગટવાની સૂપ

Tarla Dalal
26 March, 2016


Table of Content
એક સંપૂર્ણ ભારતીય સૂપ ગણી શકાય એવું આ સૂપ ભારતમાં જ્યારે અંગ્રેજોનું રાજ હતું ત્યારે બ્રિટીશ ઓફીસરોનું અતિ પ્રિય ગણાતું. આ મુલ્લીગટવાની સૂપમાં ઘણી બધી વસ્તુઓ જેવી કે નાળિયેરનું દૂધ, કાંદા, ગાજર, ટમેટા, રાંધેલા ચોખા અને દાળ વગેરે તથા ખૂબ ઝીણવટથી તૈયાર કરેલા મસાલા સાથે આદૂ, લસણ અને લીંબુનો રસ મેળવવામાં આવ્યું છે જેની મજા તમે ખાસ જમણવારમાં કે પછી રાત્રીનાં જમણમાં લઇ શકો છો.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
17 Mins
Total Time
32 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
મસાલા પાવડર માટે
2 ટીસ્પૂન આખા ધાણા (coriander seeds)
2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
2 ટીસ્પૂન વીલાયતી વરિયાળી (aniseed, vilayati saunf)
1/4 ટીસ્પૂન મેથીના દાણા (fenugreek, methi seeds)
2 ટુકડા તજ (cinnamon, dalchini)
સૂપ માટે
3/4 કપ મસૂરની દાળ (masoor dal)
2 ટેબલસ્પૂન તેલ ( oil )
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
3/4 કપ સમારેલા ગાજર (chopped carrot)
12 મિલીમીટર આદુ (ginger, adrak)
1 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
3/4 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1/2 કપ નાળિયેરનું દૂધ (coconut milk)
1/4 કપ લીંબુ (lemon)
1/2 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં બધી વસ્તુઓ ભેગી કરી મધ્યમ તાપ પર તેને ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી શેકી લો.
- તેને સહેજ ઠંડું પાડ્યા પછી મિક્સરમાં ફેરવી સુંવાળું પાવડર તૈયાર કરી બાજુ પર રાખો.
- એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા, ગાજર, આદૂ અને લસણ મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં મસૂરની દાળ, ટમેટા, મસાલા પાવડર, હળદર અને ૩ ૧/૪ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરને ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
- તે પછી આ સૂપને મિક્સરમાં ફેરવી સુંવાળીં પ્યુરી બનાવી લીધા પછી તેને ગરણીથી ગાળી લો.
- આમ તૈયાર થયેલી પ્યુરીને એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં રેડી તેમાં નાળિયેરનું દૂધ, રાંધેલા ચોખા, લીંબુનો રસ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.