બીન્સ્ એન્ડ ક્રીમ ચીઝ પોટૅટો ની રેસીપી | Beans and Cream Cheese Potatoes
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 315 cookbooks
This recipe has been viewed 4109 times
બાફેલા બટાટામાં વિપુલ પ્રમાણમાં ઊર્જા રહેલી છે અને તેને બાળકોને ગમે તે રીતે આપીએ તો તેઓ ખાવાની ના નહીં પાડે. પણ, જો તમે તેઓને વારંવાર બાફેલા બટાટાના માવામાં મીઠું-મરી મેળવી ખવડાવતા રહેશો તો એક દીવસ તેઓ જરૂર કંટાળી જશે. અનેકવાર તમને તેમાં ફેરફારવાળી નવી વસ્તુ બનાવવાનો વિચાર આવતો હોય ત્યારે સામાન્ય શાકભાજી સાથે કંઇ બનાવીને બાળકોને પીરસવાની ઇચ્છા થતી હોય. અહીં બાફેલા બટાટાની એક આકર્ષક રીત રજૂ કરી છે જેમાં બટાટાની અંદર જગ્યા પાડી તેમાં તીખા સ્વાદવાળું શાકનું પૂરણ ભરી તેની ઉપર ચીકણું ક્રીમ ચીઝ પાથરીને આ વાનગી તૈયાર કરી છે જે બાળકોને એવી ભાવશે કે આ બીન્સ્ એન્ડ ક્રીમ ચીઝ પોટૅટોનો એક કોળિયો ખાતાની સાથે તે ક્યારે આખું ખાઇ ગયા તેની તમને જાણ પણ નહીં થાય.
Add your private note
બીન્સ્ એન્ડ ક્રીમ ચીઝ પોટૅટો ની રેસીપી - Beans and Cream Cheese Potatoes recipe in Gujarati
તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:    
૮ માત્રા માટે
૪ છાલ સાથે બાફેલા બટાટા
૩/૪ કપ બેક્ડ બીન્સ્
૧ ટેબલસ્પૂન માખણ
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૨ ટેબલસ્પૂન ટમેટો કેચપ
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ કપ જેરી લીધેલું ઘટ્ટ દહીં
૧ ટેબલસ્પૂન તાજું ક્રીમ
૧/૪ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
મીઠું , સ્વાદાનુસાર
કોથમીરની ડાળખી
બટાટા માટે- દરેક બટાટાના આડા બે ટુકડા કરી લો.
- દરેક ભાગની મધ્યમાં ચમચા વડે નાનો ઊંડો ખાડો પાડી લો જેથી તેમાં પૂરણ ભરી શકાય. તે પછી તેને બાજુ પર રાખો.
બીન્સ્ ના ટોપીંગ માટે- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં બેક્ડ બીન્સ્, મરચાં પાવડર, ટમેટા કેચપ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- આ મિશ્રણના ૮ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
આગળની રીત- બટાટાના દરેક ભાગમાં તૈયાર કરેલા બીન્સ્ ના ટોપીંગનો એક એક ભાગ ભરી તેની પર એક ચમચા જેટલું ક્રીમ ચીઝ પાથરી લો.
- કોથમીરની ડાળખી વડે સજાવીને તરત જ પીરસો.
હાથવગી સલાહ:- બટાટાને મીઠાવાળા પાણીમાં બાફવા જેથી બેસ્વાદ ન લાગે.
- જો તમારા બાળકોને છાલવાળા બટાટા ન ભાવે, તો બટાટાને છોલીને આ વાનગીની રીત પ્રમાણે બનાવો.
Other Related Recipes
Accompaniments
1 review received for બીન્સ્ એન્ડ ક્રીમ ચીઝ પોટૅટો ની રેસીપી
3 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
loves cooking,
May 06, 2014
Very yummy, the dollop of cream cheese on top adds to the overall taste. Protein rich rajma balances the carbohydrates of the potatoes.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe