You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ > કેક > એપલ સિનેમન મફિન
એપલ સિનેમન મફિન

Tarla Dalal
02 January, 2025


Table of Content
આ એપલ સિનેમન મફિન એટલા સ્વાદિષ્ટ બને છે કે જેમને સફરજનનો સ્વાદ ભાવતો ન હોય તેઓ પણ આ મફિન ખાવા માટે જરૂરથી લલચાઇ જશે. સફરજનની સુગંધ અને તજની કોમળ સુવાસવાળા આ મફિન જ્યારે તમે બેક કરતા હશો ત્યારે જ તમારા ઘરમાં તેનો જાદુ પ્રસરી જશે.
ખરેખર તો આ મફિન તમારા બાળકો અને તમે પોતે પણ જ્યારે આ મફિન બનાવતા હશો ત્યારે જ તેને ખાવાની ધીરજ નહીં રાખી શકશો, અને જ્યારે તમે તેનો સ્વાદ માણશો ત્યારે તમને નવાઇ લાગશે કે એગ્લેસ એપલ મફિન તમારા મોઢામાં ક્યારે અંદર જતા રહ્યા તેની સમજ પણ નહીં રહે, કારણ કે તેનો સ્વાદ તમે ધાર્યો હશે તેના કરતા પણ વધુ મધુર બને છે.
તમારી જન્મદીવસની પાર્ટી અથવા ચહા પાર્ટી માં આ મફિન બનાવી પાર્ટીની મજા લો.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
2 Mins
Total Time
17 Mins
Makes
9 મફિન
સામગ્રી
Main Ingredients
1 1/4 કપ સમારેલા સફરજન (છાલ કાઢ્યા વગરના)
1/4 ટીસ્પૂન તજનો પાવડર (cinnamon (dalchini) powder)
1 કપ ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta)
1/2 ટીસ્પૂન બેકીંગ સોડા (baking soda)
1/2 કપ સાકર (sugar)
1/2 ટીસ્પૂન વેનિલાનું ઍસન્સ
3 ટેબલસ્પૂન પીગળાવેલું માખણ (melted butter)
1/2 ટેબલસ્પૂન વિનેગર (vinegar)
તજનો પાવડર (cinnamon (dalchini) powder) , છાંટવા માટે
વિધિ
- ઘઉંનો લોટ, બેકિંગ સોડા, તજનો પાવડર અને ચપટીભર મીઠું ચારણી વડે એક ઊંડા બાઉલમાં ચાળીને બાજુ પર રાખો.
- એક નૉન-સ્ટીક પૅનને ગરમ કરી તેમાં ૧/૨ કપ પાણી અને સાકર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી પૅનને તાપ પરથી નીચે ઉતારી તેમાં વેનીલાનું ઍસેન્સ, માખણ અને વિનેગર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- હવે તેમાં ચારણી વડે ચાળેલો લોટ તથા ૨ ટેબલસ્પૂન પાણી મેળવી વ્હીસ્ક (whisk) વડે સારી રીતે ભેળવી લો.
- તે પછી તેમાં સફરજન મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- હવે મફિન ટ્રેના ૯ ખાનામાં ૯ પેપર કપ મૂકો.
- તે પછી દરેક કપમાં એક ચમચા જેટલું તૈયાર કરેલું ખીરૂં મૂકી ટ્રે ને હળવેથી ઠપઠપાડી લો.
- તે પછી દરેક કપ પર તજનો પાવડર છાંટી લો.
- આમ તૈયાર થયેલી ટ્રેને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે)ના તાપમાન પર ૨૦ મિનિટ અથવા મફિન ટુથપીક ખોસી સહેલાઇથી કાઢી શકાય એવા તૈયાર થાય ત્યાં સુધી બેક કરી લો.
- ગરમ જ પીરસો.