You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ > ચીઝકેક > બેક્ડ ચીઝકેક
બેક્ડ ચીઝકેક

Tarla Dalal
02 January, 2025


Table of Content
સામાન્ય રીતે બધી વસ્તુઓ ભેગી કરીને ચીઝકેક બનાવવામાં આવે છે, જ્યારે આ બેક્ડ ચીઝકેક તે રીતથી થોડું અલગ છે. અહીં ભૂક્કો કરેલા બિસ્કીટનું પડ બનાવી તેની ઉપર શાહી ચીઝકેકનું મિશ્રણ પાથરીને બેક કરવામાં આવ્યું છે.
બેક કરવાથી ચીઝકેકના મિશ્રણના સ્વાદમાં પણ વધારો થાય છે, જે મુખ્યત્વ પનીર અને અન્ય દૂધની વસ્તુઓના સંયોજનની સાથે તેમાં મેળવેલી કિસમિસ અને મસાલા દ્વારા મળી રહે છે. આમ, આ મોઢામાં મૂક્તાની સાથે પીગળી જાય એવો આ ચીઝકેકનો મોહક સ્વાદ તમને લાંબો સમય યાદ રહે તેવો તૈયાર થાય છે.
આ ચીઝકેકની ઉપર ચોકલેટ સૉસનું ટોપીંગ બનાવી ટી પાર્ટી માં અથવા ડેઝર્ટ તરીકે પણ પીરસી શકાય છે.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
0 Mins
Total Time
15 Mins
Makes
6 માત્રા માટે
સામગ્રી
પડ તૈયાર કરવા માટે
3/4 કપ અર્ધ ઉકાળેલી બટાટાની સળી
1 ટેબલસ્પૂન સાકર (sugar)
4 ટેબલસ્પૂન પીગળાવેલું માખણ (melted butter)
ચીઝકેકના મિશ્રણ માટે
1 1/2 કપ ખમણેલું પનીર
1 ટેબલસ્પૂન ઘટ્ટ દહીં (thick curds (dahi)
1/4 કપ કન્ડેન્સ્ડ મીલ્ક (condensed milk)
1 ટેબલસ્પૂન કિસમિસ
વિધિ
- એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણને ૧૫૦ મી. મી. (૬”)વ્યાસના ગોળ લૂઝ બૉટમ કેક ટીન (loose bottam cake tin)માં પાથરીને સારી રીતે દબાવી લો.
- આમ તૈયાર થયેલા કેક ટીનને રેફ્રીજરેટરમાં લગભગ ૩૦ મિનિટ સુધી રાખી મૂકો.
- હવે તેયાર કરેલું ચીઝકેકનું મિશ્રણ બિસ્કીટના જામી ગયેલા પડ પર સરખા પ્રમાણમાં પાથરીને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૧૫ મિનિટ સુધી બેક કરી લો.
- તેને સહજ ઠંડું પાડ્યા પછી તરત જ પીરસો.
- મિક્સરના જારમાં કિસમિસ સિવાયની બાકી બધી વસ્તુઓ મેળવીને સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
- આમ તૈયાર થયેલા મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી, તેમાં કિસમિસ ઉમેરીને સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.