You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > તરકારી ખીચડી
તરકારી ખીચડી

Tarla Dalal
02 January, 2025


Table of Content
જેવું નામ છે એવી જ આ તરકારી ખીચડીમાં ભરપુર શાક મેળવેલા હોવાથી તે પૌષ્ટિક્તાથી ભરપુર છે. આ ઉપરાંત આ ખીચડીના પોષક તત્વોમાં વધારો કરવા, તેમાં મગની દાળ કે જેમાં પ્રોટીન, ફોલીક એસિડ અને ઝીંક છે તેનો ઉમેરો કરવામાં આવ્યો છે. આમ આ એક તંદુરસ્તી અને સ્વાદનું અજોડ જોડાણ તમને એક વખત જરૂર માણવા જેવું છે.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
17 Mins
Total Time
27 Mins
Makes
3 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
1/2 કપ બ્રાઉન ચોખા (brown rice)
1/4 કપ પીળી મગની દાળ (yellow moong dal)
1/4 કપ સ્લાઇસ કરેલું ફૂલકોબી
1/4 કપ સ્લાઇસ કરેલા બટાટા
1/4 કપ સ્લાઇસ કરેલા રીંગણ
1/4 કપ સ્લાઇસ કરેલા કાંદા (sliced onions)
1/2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1/2 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1 ટેબલસ્પૂન લીંબુ (lemon)
1/2 ટીસ્પૂન સિમલા મરચો
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- ચોખા અને મગની દાળને જરૂરી પાણી સાથે ૧૫ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.
- એક પ્રેશર કુકરને ગરમ કરી તેમાં જીરૂ મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સુકું શેકી લો.
- તે પછી તેમાં ફૂલકોબી, બટાટા, રીંગણા, કાંદા, હળદર, મરચાં પાવડર, લીલા મરચાંની પેસ્ટ, ગરમ મસાલો અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સૂકા શેકી લો.
- તે પછી તેમાં નીતારેલા બ્રાઉન ચોખા, મગની દાળ અને ૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
- આ ખીચડીને હળવેથી મિક્સ કરી તરત જ પીરસો.