મેનુ

You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ >  ઝડપી સાંજે નાસ્તા >  ક્વીક બ્રેડ સ્નૅક રેસીપી

ક્વીક બ્રેડ સ્નૅક રેસીપી

Viewed: 12924 times
User 

Tarla Dalal

 05 May, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
झटपट ब्रेड स्नैक रेसिपी - हिन्दी में पढ़ें (Quick Veg Bread Snack, Masala Bread in Hindi)

Table of Content

ક્વીક બ્રેડ સ્નૅક રેસીપી | બ્રેડ નો એકદમ નવો નાસ્તો | મસાલા બ્રેડ | મસાલેદાર બ્રેડ મસાલા | quick bread snack in Gujarati | with 29 amazing images.

 

 

ઉપમા જેવું બનતું આ ક્વીક બ્રેડ સ્નૅક, બ્રેડના ભુકા વડે બનાવવામાં આવે છે. તે ઉપરાંત તેમાં કાંદા, આદુ અને લીલા મરચાં તેને તીખાશ આપે છે, જ્યારે ટમેટા, ટૉમેટો કૅચપ અને લીંબુનો રસ તેને થોડી ખટ્ટાશ આપી સ્વાદીષ્ટ બનાવે છે.

Preparation Time

10 Mins

Cooking Time

5 Mins

Total Time

15 Mins

Makes

4 માત્રા માટે

સામગ્રી

વિધિ


 

  1. બ્રેડની સ્લાઇસને પાણીમાં ડૂબાવીને તરત જ કાઢી લો. પછી તેમાં રહેલું પાણી બરોબર નીચોવી તેનો ભુક્કો કરી બાજુ પર રાખો.
  2. એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ નાંખો.
  3. રાઇ જ્યારે તતડવા માંડે, ત્યારે તેમાં લીલા મરચાં અને આદુ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સાંતળી લો.
  4. પછી તેમાં કાંદા મેળવી વધુ ૨ મિનિટ સાંતળી લો.
  5. તે પછી તેમાં ટમેટા મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી, થોડા-થોડા સમયે હલાવતા રહી, રાંધી લો.
  6. છેલ્લે તેમાં બ્રેડનો ભુક્કો, ટૉમેટો કૅચપ, લીંબુનો રસ, મીઠું અને કોથમીર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી, થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
  7. તરત જ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ