You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મુઘલાઇ વ્યંજન > નવાબી કેસર કોફ્તા
નવાબી કેસર કોફ્તા

Tarla Dalal
04 February, 2018


Table of Content
આ વાનગીની શ્રેષ્ઠતા ગણવી હોય તો, કોફ્તામાં વપરાયેલી વિવિધ સામગ્રી જ ગણાવી શકાય. દૂધની અલગ અલગ વસ્તુઓ, કેસર અને સૂકો મેવો આ નવાબી કેસર કોફ્તાને એવા પ્રભાવશાળી બનાવે છે કે તેને મોઢામાં મુક્તાની સાથે જ પીગળી જાય એવા બનાવે છે.
તીખા સ્વાદવાળી ગ્રેવી, જેમાં મસાલેદાર અને કાજૂ-બદામ જેવા મેવા ઉમેરવાથી તૈયાર કરેલા વૈભવી કોફ્તા, જીભને એક ખુશ્બુદાર સ્વાદનો અહેસાસ આપે છે.
વધુમાં તેમાં મેળવેલો માવો, દ્રાક્ષ, મલાઇ અને પનીર વગેરે ખરેખર તેને નવાબી રાજા જેવો ઠાઠ આપે છે.
આવી જ બીજી નવાબી વાનગી છે નવાબી કરી અને નવાબી નાન, જેનો પણ સ્વાદ માણવા જેવો છે.
નવાબી કેસર કોફ્તા - Nawabi Kesar Koftas recipe in Gujarati
Tags
Soaking Time
0
Preparation Time
20 Mins
Cooking Time
25 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
45 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
કેસર કોફ્તા માટે
થોડા કેસર (saffron (kesar) strands)
1 ટેબલસ્પૂન દૂધ (milk)
1/4 કપ ખમણેલો લો ફૅટ માવો
1/2 કપ ખમણેલું પનીર (grated paneer)
1/2 કપ બાફી છોલીને ખમણેલા બટાટા
1 ટેબલસ્પૂન સમારેલી કિસમિસ
1 ટેબલસ્પૂન કોર્નફલોર (cornflour)
1 ટેબલસ્પૂન મેંદો (plain flour , maida)
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
મીઠું (salt) , સ્વાદાનુસાર
પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (૧/૪ કપ પાણી મેળવીને)
3/4 કપ સ્લાઇસ કરેલા કાંદા (sliced onions)
1 ટેબલસ્પૂન ટુકડા કરેલા કાજૂ (broken cashew nut (kaju)
1 ટેબલસ્પૂન સમારેલી બદામ (chopped almonds, badam)
2 ટીસ્પૂન આખા ધાણા (coriander seeds)
2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1 ટેબલસ્પૂન ખસખસ (poppy seeds, khus-khus)
2 ટીસ્પૂન વીલાયતી વરિયાળી (aniseed, vilayati saunf)
2 ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર (grated coconut)
2 ટીસ્પૂન સમારેલું આદુ (chopped ginger)
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
4 સૂકું કશ્મીરી લાલ મરચું (whole dry kashmiri red chillies) , ટુકડા કરેલા
એક નાનો તજ (cinnamon, dalchini)
મીઠું (salt) , સ્વાદાનુસાર
ગ્રેવી માટે
1 ટેબલસ્પૂન તેલ ( oil )
4 ટેબલસ્પૂન ટમેટાની પ્યુરી (tomato puree)
1/2 ટીસ્પૂન કસૂરી મેથી (dried fenugreek leaves (kasuri methi)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/4 કપ તાજું ક્રીમ (fresh cream)
સજાવવા માટે
1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
પીરસવા માટે
વિધિ
આગળની રીત
- પીરસવાના સમય પહેલા, ગ્રેવીને ફરી ગરમ કરી તેમાં કોફ્તા ઉમેરી હળવેથી મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.
કેસર કોફ્તા માટે
- એક નાના બાઉલમાં કેસર અને દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- હવે એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે કેસર-દૂધનું મિશ્રણ પણ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૮ સરખા ભાગ પાડી દરેક ભાગના ગોળ બોલ આકારના કોફ્તા તૈયાર કરી લો.
- એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં થોડા-થોડા કોફ્તા નાંખી મધ્યમ તાપ પર કોફ્તા દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- આ કોફ્તાને ટીશ્યુ પેપર પર કાઢી સૂકા કરી બાજુ પર રાખો.
ગ્રેવી માટે
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટાની પ્યુરી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- હવે તેમાં ૧/૨ કપ પાણી, કસૂરી મેથી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તાપને થોડું ઓછું કરી, તેમાં તાજું ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.