You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > તાજી મશરૂમની કરી
તાજી મશરૂમની કરી

Tarla Dalal
02 January, 2025


Table of Content
મશરૂમને રાંધવાની ભારતીય રીત એટલે તાજી મશરૂમની કરી. તાજી લીલી કોથમીર અને બાફેલા કાંદાની પેસ્ટનો ગ્રેવીમાં ઉમેરો તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે, અને સૌમ્ય મશરૂમના સ્વાદથી તે ઉત્તમ બને છે.
અહીં ફક્ત યાદ રાખવું કે મશરૂમને ગરમ પાણીમાં ૨ મિનિટ પલાળી રાખવું જેથી તે નરમ થઇ જાય અને સાથે-સાથે સારી રીતે સાફ પણ થઇ જાય.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
10 Mins
Total Time
20 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
2 કપ બાફીને સ્લાઇસ કરેલા મશરૂમ
2 ટેબલસ્પૂન તેલ ( oil )
2 તમાલપત્ર (bay leaf (tejpatta)
1/2 ટીસ્પૂન લીંબુ (lemon)
1/2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1 ટીસ્પૂન સમારેલું આદુ (chopped ginger)
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
3/4 કપ જેરી લીધેલી દહીં (whisked curds, dahi)
1/4 કપ સમારેલી કોથમીર (chopped coriander)
મીઠું (salt) , સ્વાદાનુસાર
પેસ્ટ માટે
1 કપ સમારેલા કાંદા (chopped onions)
12 મિલીલીટર આદુ (ginger, adrak) નો ટુકડો
2 ટેબલસ્પૂન ટુકડા કરેલા કાજૂ
વિધિ
- એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં એલચી, તમાલપત્ર અને લવિંગ નાંખી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- પછી તેમાં બનાવેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ગરમ મસાલો, મરચાં પાવડર, આદૂ અને લીલા મરચાં મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
- તાપ થોડું ઓછું કરી, તેમાં દહીં મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં મશરૂમ, કોથમીર, અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.
- એક ઊંડા વાસણમાં કાંદા અને એક કપ પાણી મેળવી મધ્યમ તાપ પર કાંદા નરમ થાય ત્યાં સુધી રાંધી લીધા પછી તેને થોડા ઠંડા થવા માટે બાજુ પર રાખો.
- આ મિશ્રણમાં લસણ, આદૂ અને કાજૂ મેળવી મિક્સરમાં સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.