ફણસની સબ્જી ની રેસીપી | Kathal ki Subzi, Jack Fruit Curry


દ્વારા

कटहल की सब्ज़ी रेसिपी | जैकफ्रूट करी | कटहल मसाला - हिन्दी में पढ़ें (Kathal ki Subzi, Jack Fruit Curry in Hindi) 

Added to 96 cookbooks   This recipe has been viewed 7146 times

જ્યારે ફણસની સીઝન હોય અને બજારમાં નાના-મોટા કાચા-પાકા ફણસ પર તમારી નજર પડે ત્યારે આ રસદાર ફળની સબ્જી ખાવાની ઇચ્છા તમને જરૂર થઇ આવે.

ઘણા લોકો તો આ ફણસની સબ્જી પારંપારિક રીતે બનાવતા જ હોય છે, જ્યારે ઘણા લોકો માટે આ સબ્જી અસાધારણ અને કુતૂહલવાળી વિચિત્ર લાગે.

આ કાચા ફણસની સબ્જી જલ્દી અને સરળ રીતે પ્રેશર કુકરમાં બને છે અને તેમાં સામાન્ય રીતે મળતા મસાલા, મસાલા પાવડર અને બીજી વસ્તુઓ જેવી કે કાંદા, ટમેટા, આદૂ વગેરે મેળવવામાં આવે છે. પ્રેશર કુકરમાં રાંધી લીધા પછી પણ આ ફણસની સબ્જીને વધુ વખત રાંધવી જરૂરી છે જેથી કાચા ફણસની સુવાસ જતી રહે.

ફણસનું બંધારણ જ અલગ જ છે જે તમને જરૂરથી મંત્રમુગ્ધ કરશે. આ સબ્જીની મજા દાળ અને રોટી સાથે કે પછી ઘઉંના લોટના કોથમીર-તલવાળા નાન સાથે અને મોગલાઇ દાળ સાથે માણવા જેવી છે.

Add your private note

ફણસની સબ્જી ની રેસીપી - Kathal ki Subzi, Jack Fruit Curry recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી

ફણસની સબ્જી ની રેસીપી બનાવવા માટે
૨ કપ કાચા ફણસના ટુકડા
૧/૪ ટીસ્પૂન હળદર
૩ ટેબલસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર
તજનો નાનો ટુકડો
લવિંગ
તમાલપત્ર
૧ કપ સ્લાઇસ કરેલા કાંદા
૧ ટેબલસ્પૂન સમારેલું આદૂ
૧ ટેબલસ્પૂન સમારેલું લસણ
૧ કપ સમારેલા ટમેટા
૨ ટીસ્પૂન ધાણા પાવડર
૧ ટીસ્પૂન જીરા પાવડર
૧ ૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
વિધિ
ફણસની સબ્જી ની રેસીપી બનાવવા માટે

    ફણસની સબ્જી ની રેસીપી બનાવવા માટે
  1. ફણસની સબ્જી ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં ફણસ, હળદર, ૧ ટેબલસ્પૂન તેલ અને થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ૧૦ થી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
  2. હવે એક પ્રેશર કુકરના વાસણમાં બાકી રહેલું ૨ ટેબલસ્પૂન તેલ, તજ, લવિંગ અને તમાલપત્ર મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં કાંદા, આદૂ અને લસણ મેળવી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં ટમેટા, ધાણા પાવડર, જીરા પાવડર અને મરચાં પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. તે પછી તેમાં મેરિનેટ કરેલું ફણસ અને મીઠું મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
  6. તે પછી તેમાં ૧ ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
  7. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
  8. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલી લીધા પછી તેને મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  9. કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.
Accompaniments

Related Articles
Recipe Contest

No Contest Announced



View contest archive....
Rate and review this recipe and get 15 days FREE bonus membership!
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews