મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  ભારતીય વ્યંજન >  ગુજરાતી વ્યંજન >  બાદશાહી ખીચડી રેસીપી

બાદશાહી ખીચડી રેસીપી

Viewed: 9937 times
User 

Tarla Dalal

 01 March, 2023

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
बादशाही खिचड़ी रेसिपी - हिन्दी में पढ़ें (Badshahi Khichdi, Gujarati Masala Khichdi in Hindi)

Table of Content

બાદશાહી ખીચડી રેસીપી | બાદશાહી દાળ ખીચડી | વેજીટેબલ સાથે ગુજરાતી મસાલા ખીચડી | શાહી ખીચડી | badshahi khichdi recipe in Gujarati | with 63 amazing images.

સામાન્ય રીતે ખીચડી શબ્દ સાંભળતા આપણા મનમાં એક સાદા અને સરળ જમણની છબી રજૂ થાય છે, પણ અહીં એક શાહી ખીચડી પ્રસ્તુત કરવામાં આવી છે.

દાળ અને ચોખાના સંયોજનની સાથે રોજીંદા મસાલા ઉમેરી બનતી આ ખીચડીની ઉપર એક સ્વાદિષ્ટ બટાટાની ભાજી બનાવીને તેની ઉપર વઘારેલું દહીંનું થર પાથરવામાં આવ્યું છે. આ બાદશાહી ખીચડીને ગરમા ગરમ પીરસવાથી એક સંપૂર્ણ જમણનો અહેસાસ જરૂરથી થશે.

તે છતાં પણ અહીં એક રસપ્રદ વાતની નોંધ કરવા જેવી છે કે આ સહેલાઈથી બનતી શાહી ખીચડીમાં સામાન્ય રીતે વપરાતી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે.

 

બાદશાહી ખીચડી રેસીપી - Badshahi Khichdi, Gujarati Masala Khichdi recipe in Gujarati

Preparation Time

10 Mins

Cooking Time

30 Mins

Total Time

40 Mins

Makes

4 માત્રા માટે

સામગ્રી

ભાત માટે

બટાટાની ભાજી માટે

વઘારેલી દહીં માટે

સજાવવા માટે

વિધિ

આગળની રીત
 

  1. પીરસતા પહેલા, એક પીરસવાની ડીશમાં ભાત મૂકો અને તેની પર બટાટાનું શાક સરખી રીતે પાથરીને છેલ્લે તેની પર વઘારેલું દહીં સરખી રીતે રેડી લો.
  2. કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.

બટાટાની ભાજી માટે
 

  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં રાઇ મેળવો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં આદૂ-મરચાંની પેસ્ટ, હળદર, મરચાં પાવડર અને ધાણા પાવડર મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
  4. પછી તેમાં બટાટા અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી પૅનને ઢાંકી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી અથવા બટાટા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં દહીં મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.

ભાત માટે
 

  1. ચોખા અને તુવરની દાળ સાફ કરી, ધોઇને લગભગ ૧૫ મિનિટ સુધી જરૂરી પાણીમાં પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.
  2. એક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં લવિંગ અને તજ નાંખી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં હીંગ અને હળદર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
  4. તે પછી તેમાં ચોખા, તુવરની દાળ, મીઠું અને ૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૪ સીટી સુધી રાંધી લો.
  5. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી તેને સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.

વઘારેલા દહીં માટે
 

  1. એક બાઉલમાં દહીં અને મીઠું મેળવી દહીંને જેરી લીધા પછી બાજુ પર રાખો.
  2. એક નાના નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમા રાઇ મેળવો.
  3. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કડી પત્તા મેળવી મધ્યમ તાપ પર ૧૫ સેકંડ સુધી સાંતળી લો.
  4. આ વઘારને જેરી લીધેલા દહીં પર રેડી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ