You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > પંચમેળ ખીચડી
પંચમેળ ખીચડી

Tarla Dalal
02 January, 2025


Table of Content
આરોગ્યદાયક અને પેટ ભરાય તેવી સંતુષ્ટતા આપતી આ પંચમેળ ખીચડી એક બાઉલમાં જો પીરસવામાં આવે તો સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે. ચોખા અને ચાર જાતની દાળના મિશ્રણ સાથે કરકરી ભાજી, ટમેટા અને વિવિધ મસાલા દ્વારા બનતી આ ખીચડીમાં વિભિન્ન જાતના સ્વાદ અને રંગ છે જે એને ખૂબ આકર્ષિત બનાવે છે.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
15 Mins
Total Time
30 Mins
Makes
6 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
1 1/2 કપ બાસમતી ચોખા (basmati chawal)
1 ટેબલસ્પૂન મસૂરની દાળ
1 ટેબલસ્પૂન ચણાની દાળ (chana dal)
1 ટેબલસ્પૂન પીળી મગની દાળ (yellow moong dal)
1 ટેબલસ્પૂન તુવેરની દાળ (toovar dal, arhar)
2 ટેબલસ્પૂન ઘી (ghee)
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1 ટીસ્પૂન ખમણેલું આદુ (grated ginger, adrak)
1/2 કપ સ્લાઇસ કરેલા લીલા મરચાં
3/4 કપ ફૂલકોબીના ફૂલ
1/2 કપ બટાટાના ટુકડા
1/2 કપ લીલા વટાણા (green peas)
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
2 ટીસ્પૂન ધાણા-જીરું પાવડર (coriander-cumin seeds powder )
1/2 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
મીઠું (salt) , સ્વાદાનુસાર
પીરસવા માટે
વિધિ
- બધી દાળ અને ચોખા સાફ કરી, ધોઇને એક ઊંડા બાઉલમાં ૧૫ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.
- એક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લસણ અને આદૂ મેળવી ૧ મિનિટ મધ્યમ તાપ પર સાંતળી લો.
- તે પછી તેમાં કાંદા મેળવી વધુ ૧ મિનિટ સાંતળી લો.
- તે પછી તેમાં કોબી, ફૂલકોબી, બટાટા અને લીલા વટાણા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- છેલ્લે તેમાં મરચાં પાવડર, હળદર, ધાણા-જીરા પાવડર, ટમેટા, ચોખા, દાળ, મીઠું અને ૩ કપ ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરીને પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.
- કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
- તાજા દહીં અને પાપડ સાથે ગરમ ગરમ પીરસો.